________________
256
તપાગચ્છાધિષ્ઠાયક
નેમિનાથ પ્રભુ વિના બાકીના સર્વે (2વીશ) તીર્થકર ભગવંતો જ્યાં પધાર્યા હતા... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૯.
गणाधिपो यत्र कदम्बस्वामी, मुनीशकोट्या सह मुक्तिमाप । निर्वाणतीर्थङ्करशासने हि, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १० ॥
જ્યાં ગઈ ચોવીશીના બીજા તીર્થંકર શ્રી નિર્વાણનાથ ભગવાનના શાસનમાં તેમના ગણધર શ્રી કદંબસ્વામી એક ક્રોડ મુનિવરો સાથે મોક્ષને પામ્યા.... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૦.
सिद्धो गणेशः खलु पुण्डरीको, वाचंयमानां सह पञ्चकोटया । राकादिने यत्र हि चैत्रकस्य, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ११ ॥
જ્યાં આદિનાથ ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિવરો સાથે ચૈત્રી પૂર્ણિમાના દિવસે સિદ્ધ થયા. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૧.
सिद्धिं गतौ द्राविडवारिखिल्लौ, साकं मुनीनां दशकोटिभिर्नु । राकातिथौ यत्र हि कार्तिकस्य, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १२ ।।
જ્યાં શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્ર દ્રાવિડ અને વારિખિલ્લ મુનિવરો દશ ક્રોડ મુનિવરો સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસે સિદ્ધગતિને પામ્યા તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૨.
प्रद्युम्नशाम्बौ खलु यत्र सिद्धौ, सार्धाष्टकोटिमुनिसंयुतौ हि । त्रयोदशे फाल्गुनशुक्लपक्षे, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १३ ॥
જ્યાં પ્રધુમ્ન અને શાંબ મુનિવરો સાડા-આઠ ક્રોડ (મતાંતરે સાડાત્રણ ક્રોડ) મુનિવરો સાથે ફાગણ સુદિ તેરસના દિવસે સિદ્ધ થયા. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org