________________
204
તપાગચ્છાધિષ્ઠાયક
માણેકશાહનો સમય વ્યતીત થવા લાગ્યો. ચાતુર્માસમાં ' શત્રુંજય માહાભ્ય' નામના ગ્રંથરત્ન ઉપર પૂ. આચાર્ય ગુરુભગવંતશ્રીની પ્રવચનધારા વહેવા માંડી : " શ્રી શત્રુંજય ગિરિરાજ ! પનોતો તેનો પ્રભાવ! આત્માને સંસાર–અટવીમાંથી ઉગારીને સિદ્ધિપદના સ્વામી બનાવે તેવો તેનો પ્રભાવ!
"તારે તેને તીર્થ કહેવાય પણ આ તો તીર્થાધિરાજ ! જ્યાં અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, એનો મહિમા ત્રિભુવનવિખ્યાત છે.
" સિદ્ધાચલ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે.”
સિદ્ધાચલના શિખરે બિરાજેલા અલબેલા આદીશ્વર દાદાના દર્શને ઘોર પાપીઓ પણ પાવન બન્યા છે.
" પાપી અભવિ જે નજરે ન દેખે, હિંસક પણ ઉદ્વરીએ.... વિમલગિરિ જાત્રા નવ્વાણું કરીએ."
" અભવ્ય આત્માઓ આ ગિરિરાજની પાસે ફરકી પણ શકતા નથી. અને હા... જે આ ગિરિવરનું દર્શન અને સ્પર્શન કરે તે નિયમાભવ્ય જ હોય તેવું શાસ્ત્રવચન છે. ઘોર હિંસક આત્માઓને આ ગિરિવરે ઉદ્ધર્યા છે.
"માનવજન્મારો તેનો જ સફળ છે, કે જેણે આ ગિરિવરને વાંધા છે, પૂજ્યા છે, સ્તવ્યા છે. આ પાવન તીર્થનું અસ્તિત્વ અનાદિકાલીન છે. એની અસ્મિતા અજોડ છે. એની ગુણગરિમા અનંતકાળ સુધી વિદ્યમાન રહેવાની છે.
"સિદ્ધાચલનું શરણ સ્વીકારે તે આત્મા સિદ્ધિપદને પામે જ! સવાલ છે માત્ર ભાવપૂર્વક અનન્ય શરણાગતિ સ્વીકારવાનો ! સિદ્ધપદને પામવાનું અચલ જે આસન તેનું નામ સિદ્ધાચલ!
" મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન ભગવાન શ્રી સીમંધરસ્વામી જેવા તીર્થંકર પ્રભુ કહે છે: 'આ શત્રુંજય ગિરિરાજ જેવું મહાન તીર્થ આખા વિશ્વમાં બીજું કોઈ નથી.'
" કોઈ અનેરું જગ નહિ. એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે.”
" જેના ઉપર રાયણવૃક્ષ ભક્તોના વાંછિતને પૂરે છે. નવ ટ્રકોમાં પથરાયેલાં જુદાં જુદાં મંદિરો જાણે મંદિરોની મહાનગરી' ના હોય! એમ વિલસી રહી છે.
" જે તીર્થાધિરાજ પર ભગવાન શ્રી નેમિનાથ સિવાયના આ ચોવીશીના ત્રેવીશ ત્રેવીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org