________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
203
પૂ. આચાર્ય ભગવંતની શાસ્ત્રસિદ્ધ ઇતિહાસ–સાપેક્ષ વાણી માણેકશાહના જીવનમાં અજવાળાં પાથરી ગઈ. મિથ્યાત્વતિમિર દૂર થયો અને સમકિત–ભાનુ પ્રગટી ઊઠ્યો.
મહા સુદ પાંચમના એ પુનિત પ્રભાતે માણેકશાહે સમ્યકત્વમૂલક બાર વ્રતનો સ્વીકાર કર્યો અને પ્રતિદિન પરમાત્મપૂજા કરવાનો સંકલ્પ પણ સ્વીકાર્યો. પૂ. ગુરુદેવોને ઉત્તમ વસ્ત્ર–પાત્રાદિ વહોરાવીને ગુરુભક્તિ કરી. શ્રીસંઘમાં પ્રભાવના કરી. દીનહીન અને દુઃખીજનોને અનુકંપાદાન કર્યું.
' હવે પછી માણેકશાહનું પુનઃ જીવન-પરિવર્તન થઈ ગયું. આઠમ–ચૌદસ જેવા પર્વ દિવસોએ તેઓ પૌષધ કરતા પ્રતિદિન અષ્ટપ્રકારી જિનપૂજા કરતા.... સદ્ગુરુઓની શુશ્રુષા અને ભક્તિ કરતા.
આમ માણેકશાહના ધર્મનિષ્ઠ જીવનથી પ્રસન્નચિત્ત બનેલી માતા જિનપ્રિયા અને પત્ની આનંદરતિ હવે ઘી–યુક્ત ભોજન આરોગે છે અને સૌલ્લાસ શ્રાવિકાનું જીવન જીવે છે.
પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા આગ્રા શહેરમાં પધાર્યા. યોગાનુયોગ એવો બન્યો કે વ્યાપારના કામકાજ માટે માણેકશાહ પણ આગ્રા આવ્યા. માણેકશાહ હવે શ્રદ્ધાસંપન્ન શ્રાવક બન્યા હતા. શ્રદ્ધાળુ શ્રાવક નવા ગ્રામ-નગરમાં જાય એટલે ત્યાં સર્વપ્રથમ જિનમંદિરમાં જિનેશ્વરદેવનાં દર્શન કરે, અને પછી સદ્ગુરુનો સુયોગ હોય તો તેમને વંદન કરે. માણેકશાહે આગ્રામાં આવેલા જિનમંદિરનાં દર્શન-પૂજન કર્યા. અને પછી તેમને સમાચાર મળ્યા કે પોતાના પરમોપકારી ગુરુદેવશ્રી આગ્રામાં જ ચાતુર્માસાર્થે પધાર્યા છે.
આષાઢ માસમાં વર્ષાઋતુના આરંભે વાદળીમાંથી પહેલી મેઘધારા વરસે અને મયૂરનું મન જેવું આનંદવિભોર બની જાય..! એ કેવું મન મૂકીને નાચે...! બસ.. એ જ રીતે પૂ. ગુરુદેવશ્રીના દર્શનની મધુર કલ્પનાથી માણેકશાહનો મનમયૂર પણ આનંદવનમાં જાણે નૃત્ય કરી રહ્યો. અને રોમરાજિ વિકસ્વર થઈ ગઈ.
માણેકશાહ સીધા ગુરુદેવશ્રીના દર્શન કાજે દોડ્યા." મત્થણ વંદામિ” કહીને શાહે ગુરુવંદન કર્યું અને ગુરુદેવની સુખશાતા–પૃચ્છા કરી. ગુરુદેવે મંગલ આશિષ રૂપ ' ધર્મલાભ અર્ધી તેમની ધર્મારાધનાની ખબર પૂછી.
આ દિવસોમાં આગ્રા શહેર પૂજ્ય ગુરુદેવશ્રીની ચારિત્ર્ય-પ્રતિભા, તપોમયતા અને પ્રખર પ્રવચનશક્તિના પ્રભાવે ઘેલું બન્યું હતું. તેમના મુખકમળમાંથી વહેતા પ્રવચન-પરાગનું પુણ્યપાન કરવા માટે હજારો જૈન-જૈનતરોનો પ્રવાહ રોજ પ્રવચનસભામાં ઊભરાતો હતો. આવા ધન્ય અવસરને ધર્મજન કેમ ચૂકે? આપણા માણેકશાહ પણ સાચા ધર્મી હતા. તેમણે પણ ચાતુર્માસ ગુરુસાંનિધ્યે ગાળવાનો નિર્ણય કરી સઘળો વ્યાપાર-ધંધો મુનીમોને સોંપી દીધો અને પોતે ગુરુશુશ્રુષા, પ્રવચન શ્રવણ અને નમસ્કારમંત્રના જાપમાં લીન બન્યા. સામાયિક, પ્રતિક્રમણ અને પૌષધવ્રતના આરાધનમાં મગ્ન બન્યા. આત્મધર્મની અનોખી ચર્ચા-વિચારણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org