Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 15
________________ અવ્યભિચરિતત્વપદથી ન ઓળખાય. એવું તમે શી રીતે કહી શકો? પૂર્વપક્ષ : વિશેષાભાવનો કૂટ એ સામાન્યના અભાવને સાધી આપનારો બને છે એ બધાને માન્ય જ છે. જેમકે, ઉપાશ્રયમાં ચાર સાધુ ચાતુર્માસ માટે આવ્યા. હવે વહેલી સવારે નં. ૧ સાધુ (સાધુ વિશેષ) ઉપાશ્રયમાં નથી, નં. ૨,૩,૪ પણ નથી. તો કહી શકાય કે સાધુસામાન્યનો અભાવ છે. તેમ અવ્યભિચરિતત્વના પાંચ અર્થો કર્યા. એમાંથી એક પણ અર્થ વ્યાપ્તિમાં ન ઘટે. એટલે વ્યાપ્તિ એ આવ્યભિચરિતત્વ રૂપ નથી. એમ માની શકાય છે. અનુમાનનો આકાર આ પ્રમાણે છે. "व्याप्तिः न अव्यभिचरितत्वपदप्रतिपाद्या साध्याभाववद्-अवृत्तित्वादिपंच-अव्यभिरतत्वपदप्रतिपाद्यत्वाभावात्." વ્યાપ્તિ એ સાધ્યાભાવવત્ - અવૃત્તિત્વ રૂપ અવ્યભિચરિતત્વપદથી પ્રતિપાદ્ય નથી. વ્યાપ્તિ એ સાધ્યવદ્રભિન્ન-સાધ્યાભાવવધૂ અવૃત્તિત્વરૂપ અવ્યભિચરિતત્વપદથી પ્રતિપાદ્ય નથી. એ રીતે પાંચેય પ્રકારના અવ્યભિચરિતત્વપદથી પ્રતિપાદ્ય નથી. છઠ્ઠો પ્રકાર છે નહી. માટે વ્યાપ્તિ એ અવ્યભિચરિતત્વપદથી પ્રતિપાદ્ય નથી. અર્થાત અવ્યભિચરિતત્વ રૂપ નથી. મૂળમાં જે “ન” લખેલો છે. તે પાંચેય લક્ષણો સાથે જોડવાનો છે. ખ્યાલ રાખવો કે, આ આખોય ગ્રન્થ પૂર્વપક્ષરૂપે છે. જેમાં વ્યાપ્તિનાં પાંચેય પ્રકારના લક્ષણોને વિસ્તારથી બતાવી “તેઓ ખોટા છે.” એમ છેલ્લે કહેવાના છે. તેનો ઉત્તર=સાચી વ્યાપ્તિનું લક્ષણ દર્શાવનાર ગ્રન્થ એ સિદ્ધાન્તલક્ષણ છે. माथुरी : अतः एव नब्वयोपादानं न निरर्थकम् । चान्द्रशेखरीया : ननु तत्वचिंतामणीग्रन्थे "न तावद् अव्यभिचरितत्वम् । तध्धि ने...." इति यद नद्वयोपादानं कृतम्, तद् निरर्थकम् । केवलं न तावत् साध्याभाववत्-अवृत्तित्वम् अव्यभिचरितत्वम् व्याप्तिः" इत्येव वक्तव्यम्." तेनैव यथार्थबोधसम्भवात् इति चेत् न, यतः पूर्वपक्षो विशेषाभावकूटेन सामान्याभावं साधयितुं इच्छति । तदर्थं अनुमानं कर्तुं इच्छति । अतः एव पूर्वपक्षो नद्वयोपादानेन तद् अनुमानं सूचितवान् तथा हि - 'व्याप्तिः न अव्यभिचरितत्वपदप्रतिपाद्या साध्याभाव वद्-अवृत्तित्वादिभिः प्रतिपाद्यत्वाभावात्' इति अनुमानम् मूलस्थवाक्येन स पूर्वपक्षः सुचितवान् । तत्र प्रथमनञ् पदेन सामान्याभावो द्वितीयनञ् पदेन च विशेषाभावकूटो निरूप्यते । अतो नद्वयोपादानं न निरर्थकम् । तदुपादानं विना एतद् अनुमानं न प्रतिपादयितुं शक्यते ।। ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : તત્વચિંતામણીમાં ન તાવતું સાધ્યાભાવ-અવૃત્તિત્વ અવ્યભિચરિતત્વમ્ (વ્યાપ્તિ) એમ લખ્યું હોત. તો ય અર્થ સમજાઈ જાત કે “વ્યાપ્તિ એ સાધ્યાભાવવ-અવૃત્તિવાદિ રૂપ = અવ્યભિચરિતત્વ સ્વરૂપ નથી. તો એના બદલે ન તાવત્ અવ્યભિચરિતત્વમ્, તધ્ધિ ન.... એમ બે વાક્યો કરીને ગૌરવ શા માટે કર્યું ? ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ અમે હમણા જ કહી ગયા કે “પૂર્વપક્ષ એ વિશેષાભાવ કૂટ દ્વારા સામાન્યાભાવને સિદ્ધ કરવા માંગે છે. અને એટલે જ એ અનુમાનનો આકાર દર્શાવવા જ બે “નનો ઉપયોગ કરેલો છે. “વ્યાપ્તિમાં તમામ વિશેષો નથી, માટે વ્યાપ્તિમાં અવ્યભિચરિતત્વ સામાન્ય પણ નથી.” એવો અર્થ લેવો છે વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા - ૬

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116