________________
घटत्वाभावाभावः साध्याभावः=घटत्वं घटत्वाभावाभावाभावः घटत्वाभावः साध्याभावाभावः साध्यम् ।
ચાન્દ્રશેખરીયા : ઉત્તર : જો ઘટાત્વાભાવાભાવને ઘટત્વરૂપ જ માનવો હોય, અને ઘટભેદભાવને ઘટત્વરૂપ જ માનવો હોય તો, પછી તમે આપેલા બે અનુમાનમાં અવ્યાપ્તિ આવતી અટકાવવા અમે પરિષ્કાર કરશું.
સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન અને સાધ્યતા વચ્છેદક ધર્માવચ્છિન્ન એવી જે સાધ્યમાં રહેલી પ્રતિયોગિતા. તેનો નિરૂપક એવો જે સાધ્યાભાવ. તે સાધ્યાભાવમાં આવતી અને સાધ્યસામાન્યથી નિરૂપિત એવી છે સાધ્યાભાવાભાવની પ્રતિયોગિતા, તે પ્રતિયોગિતાનો અવચ્છેદકસંબંધ જે મળે, તે સંબંધથી સાધ્યતા વચ્છેદક સંબંધ+ધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક એવો સાધ્યાભાવ જ્યાં રહે, તે જ સાધ્યાભાવવત્ તરીકે લેવું.
પર્વતો વહિનમાનું ધૂમાત્ માં લક્ષણસમન્વય કરીએ.
અહીં સાધ્યતાવચ્છેદકસંબંધ સંયોગ છે, અને સા.અ.ધર્મ વનિત્વ છે. તો, સંયોગાવચ્છિન્નવહિનત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો વહિન-અભાવ એ સાધ્યાભાવ તરીકે આવશે.
આ વહિન-અભાવનો સ્વરૂપસંબંધથી અભાવ લઈએ. તો, વહિન-અભાવમાં પ્રતિયોગિતા આવી. આ પ્રતિયોગિતા વહિન-અભાવાભાવ=વહિન-સાધ્યથી નિરૂપિત છે જ. એટલે, આ પ્રતિયોગિતાનો અવછેદક સંબંધ સ્વરૂપ મળે. એટલે, વનિ-અભાવનું સ્વરૂપથી અધિકરણ હ્રદ બને. અને, તેમાં ધૂમની વૃત્તિતા ન હોવાથી લક્ષણ સમન્વય થઈ જાય.
પટઃ ઘટવાભાવવાનું પટવાતું
અહીં, સમવાયસંબંધથી ઘટત્વનો અભાવ એ સ્વરૂપસંબંધથી પટમાં સિદ્ધ કરવાનો છે. એટલે, સાધ્યતાવચ્છેદક સંબંધ સ્વરૂપ છે. અને, ધર્મ ઘટવાભાવત્વ છે. સ્વરૂપાવચ્છિન્ન-ઘટવાભાવત્નાવચ્છિન્ન પ્રતિયોગિતાક, ઘટવાભાવાભાવસાધ્યાભાવ=ઘટત્વ મળે. હવે, તેનો સમવાય સંબંધથી અભાવ=ઘટવાભાવ થાય. અને, તેની પ્રતિયોગિતા ઘટત્વમાં-સાધ્યાભાવમાં આવી. અને, એ પ્રતિયોગિતા સાધ્યથી=ઘટવાભાવથી જ નિરૂપિત છે. આ પ્રતિયોગિતાનો અવચ્છેદક સમવાયસંબંધ મળ્યો છે. કેમકે, અહીં ઘટત્વનો સમવાયથી જ અભાવ લીધો છે. આ સમવાયથી સાધ્યાભાવ=ઘટવાભાવાભાવ= ઘટત્વનું અધિકરણ ઘટ બને. અને, તેમાં પટવહેતું ન હોવાથી અવ્યાપ્તિ ન આવે. લક્ષણ ઘટી જાય છે.
ઘટવાભાવ = સાધ્ય. ઘટવાભાવાભાવ = ઘટત્વ = સાધ્યાભાવ. ઘટવાભાવાભાવાભાવ = ઘટતાભાવ = સાધ્યાભાવાભાવ= સાધ્ય. આ બરાબર ધ્યાનમાં રાખવું.
चान्द्रशेखरीया : ननु अत्र परिष्कारे साध्यसामान्यीयप्रतियोगिता= यावत्साध्यनिरुपितप्रतियोगिता किमर्थं गृह्यते । केवलं "साध्यनिरुपितप्रतियोगिता" इत्येव वक्तव्यम् । किं प्रयोजनं सामान्यपदोपादाने इति तु न सम्यग् अवबुध्यामो वयम् इति चेत् ।
ચાન્દ્રશેખરીયાઃ શંકાઃ તમે પ્રતિયોગિતા સાધ્ય સામાન્યથી નિરૂપિત લીધી છે. એટલે કે, જેટલા સાધ્ય હોય, તે તમામથી નિરૂપિત પ્રતિયોગિતા જ લેવાની. એમ, તમે કહ્યું છે. પણ, એમ લખવાનું શું પ્રયોજન છે? સાધ્ય સામાન્ય નિરૂપિત ન કહેતા, માત્ર “સાધ્યનિરૂપિત” એટલું જ લખીએ, તો શું વાંધો ? gooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાપિચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૦ ૨૬ garmoniousnoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo