________________
1800000000000000000000000000000000000000000000000000000000000000000000000000006
नातिव्याप्तिः ।
चान्द्रशेखरीया : चतुर्थलक्षणं यत्तत्घटितम् । अतो अननुगतं, अतः पञ्चमं लक्षणं व्याचष्टे । साध्यवत्अन्य-अवृत्तित्वम् साध्यवभिन्न-वृत्तित्वाभावः इत्यर्थः । अत्रापि प्रथमलक्षणोक्तरीत्या साध्यवद्भिन्ने न वृत्तिः (वृत्तिताः) यत्र स इति त्रिपदबहुव्रीहिसमासः आदरणीयः । अर्थस्तु अनन्तरोक्तः एव । ननु “धूमवान् वह्नः" इति अत्र धूमत्वभिन्ने हुदे वह्नः अवृत्तित्त्वात् लक्षणसमन्वयात् अतिव्याप्तिः । धूमवत्भिन्ने अयोगोलके वह्नः वृत्तित्वेऽपि अयोगोलकनिरूपितवृत्तिता+जलत्वोभयं तु वह्नौ नास्ति । तथा च वह्नौ तादृशोभयाभावो वर्तते । एवंरीत्या अयोगोलकनिरूपित-वृत्तिताभावोऽपि वह्नौ मीलितः इति अतिव्याप्तिः इति चेत् साध्यवभिन्ननिरूपिता: यावन्त्यःवृत्तिताः तासां सर्वासां अभावो यदि हेतौ मीलति । तदैव सा व्याप्तिः उच्यते इति परिष्कारः । तथा च साध्यवत्-भिन्ननिरूपितानां वृत्तित्वत्वावच्छिन्नवृत्तितानां अभावः हेतौ व्याप्तिः । अत्र च धूमवत्भिन्ननिरूपितानां बह्वीनां वृत्तितानां अभावस्य वह्नौ सत्वेऽपि, धूमवत्भिन्न-अयोगोलकनिरूपितायाः शुद्धवृत्तितायाः अभावस्य वह्नौ असत्वात्, सर्वासां वृत्तितानां अभावो न मीलितः । अतो नातिव्याप्तिः इति भावः ।
ચાન્દ્રશેખરીયા : ચોથુ લક્ષણ ય–તથી ઘટિત હોવાથી અનુગત નથી. માટે, હવે પાંચમું લક્ષણ બતાવે છે. સાધ્યવ-અન્ય-અવૃત્તિત્વમ્ અહીં પણ પહેલા લક્ષણ પ્રમાણે સાધ્યવ-અવ્યવૃત્તિત્વાભાવ એમ અર્થ કરવો. એટલે કે, સાધ્યવાળાથી અન્ય જે હોય, તેનાથી નિરૂપિત વૃત્તિતાનો હેતુમાં અભાવ એ વ્યાપ્તિ છે. પહેલા લક્ષણમાં જેમ સાધ્યાભાવવતઃ ન વૃત્તિ યત્ર એમ ત્રિપદ બહુવ્રીહિ કરેલો. તેમ અહીં પણ, સાધ્યવદન્યસ્મિનું ન વૃત્તિઃ યત્ર એમ ત્રિપદબહુવ્રીહિ કરવો. અને અર્થ તો ઉપર પ્રમાણે જ થશે.
પ્રશ્ન : “ધૂમવાનું વહુનેઃ” માં, ધૂમવઅન્ય તરીકે તો જલહૂદાહિ પણ આવે અને તેનાથી નિરુપિત વૃત્તિતાનો અભાવ વનિમાં હોવાથી અતિવ્યાપ્તિ આવે છે. અરે, ધૂમવા-અન્ય તરીકે અયોગોલક લઈએ, તો તેનાથી નિરૂપિત વૃત્તિતા વનિમાં હોવા છતાં પણ, તાદશવૃત્તિતા+જલત્વ એ ઉભયનો તો અભાવ વનિમાં મળી જ જાય છે. “વહિનઃ અયોગોલકનિરૂપિતવૃત્તિતા+જલત્વોભવાનું નાસ્તિ' એમ કહી શકાય છે. એટલે, એ રીતે પણ, વૃત્તિતાનો અભાવ વનિમાં મળવાથી અતિવ્યાપ્તિ આવે.
ઉત્તર : સાધ્યવભિન્નથી નિરૂપિત તમામે તમામ વૃત્તિતાનો અભાવ હેતુમાં મળવો જોઈએ, તો જ વ્યાપ્તિ ગણાય એમ કહેશું. ધૂમવભિન્ન એવા અયોગોલકથી નિરૂપિત શુદ્ધવૃત્તિતાનો અભાવ વનિમાં નથી મળતો. એટલે તાદેશવૃત્તિતા સામાન્યનો અભાવ વનિમાં ન મળવાથી અતિવ્યાપ્તિ નથી આવતી.
माथुरी : साध्यवदन्यत्वं च अन्योन्याभावत्वनिरूपितसाध्यवत्त्वावच्छिन्नप्रतियोगिताकाभावत्वम्, तेन वह्निमान् धूमादित्यादौ तत्तद्वह्निमदन्यस्मिन् धूमादेर्वृत्तावपि नाव्याप्तिः ।
न वा वह्निमत्त्वावच्छिन्नप्रतियोगिताकात्यन्ताभावस्य स्वावच्छिन्नभिन्नभेदरूपस्याधिकरणे पर्वतादौ धूमस्य वृत्तावप्यव्याप्तिः । तस्य साध्यवत्त्वावच्छिनप्रतियोगिताया अत्यन्ताभावनिरूपितत्वेनान्योन्याभावत्वनिरूपितत्वविरहात् । अन्योन्याभावत्वनिरूपितत्वं च तादात्म्य
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૯૦