Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 67
________________ એટલે, અહીં તો સામાન્યાદિમાં કોઈ સમવાયથી રહેતું જ ન હોવાથી તાદશવૃત્તિતા જ અપ્રસિદ્ધ બનવાથી અવ્યાપ્તિ આવેલી. પણ, હવે હેતુસાવચ્છેદકસંબંધથી જ વૃત્તિતા લેવાની નથી. કોઈપણ સંબંધથી લઈ શકાય. એટલે, સાધ્યાભાવાધિકરણ બનેલા સામાન્ય-વિશેષાદિમાં સામાન્યત્વ-વિશેષત્વ-ભાવત્વાદિધર્મો સ્વરૂપસંબંધથી તો રહેલા જ છે. એટલે, સામાન્ય નિરૂપિત એવી સ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા આ સામાન્યત્વાદિ ધર્મોમાં આવશે. હવે, ઉપર તો સમાવાયવચ્છિન્નવૃત્તિતા છે. અહીં સ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા છે. એટલે, આ તમામવૃત્તિતાઓ એ સમવાયાવચ્છિન્નવૃત્તિતાપ્રતિયોગિતાક-સ્વરૂપસંબંધથી દ્રવ્યત્વમાં રહેવાની જ નથી. આમ પણ, એ સ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા એ માત્ર સ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા-પ્રતિયોગિક સ્વરૂપ સંબંધથી જ ભાવત્વાદિમાં રહે છે. બીજા કોઈપણ સંબંધથી એ ક્યાંય રહેવાની જ નથી. એટલે, જેમ ગુણ એ સંયોગથી ક્યાંય ન રહે, માટે સંયોગ સંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક-ગુણાભાવ એ બધે જ રહેવાથી કેવલાન્વયિ બને. એમ, આ સ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા એ સમવાયાવચ્છિન્નવૃત્તિના પ્રતિયોગિક સ્વરૂપથી ક્યાંય ન રહેતી હોવાથી આ સંબંધથી એ વૃત્તિતાનો અભાવ કેવલાન્વયી હોવાથી એ દ્રવ્યત્વ હેતુમાં પણ મળશે જ. એટલે, લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ ન આવે. “પટઃ વ્યં સર્વાત્” અહીં, સત્તાત્વાવચ્છિન્નસત્તાની અધિકરણતા ગુણાદિમાં પણ આવે. તેનાથી નિરૂપિત સમવાયાવચ્છિન્નવૃત્તિતા સત્તામાં છે. એટલે, અહીં સમવાયાવચ્છિન્ન વૃત્તિતા-પ્રતિયોગિક સ્વરૂપસંબંધ મળ્યો. હવે, દ્રવ્યવાભાવવૈવિશિષ્ટ દ્રવ્યત્વાભાવ નિરૂપિત નિરવચ્છિન્ના અધિકરણતા ગુણાદિમાં છે. અને, તે ગુણથી નિરૂપિત સમવાયાવચ્છિન્નવૃત્તિતા સપ્તાહેતુમાં છે. આમ, ઉપર-નીચે એક જ વૃત્તિતા મળી. એટલે, સમવાયાવચ્છિન્નવૃત્તિતા એ તાદૃશવૃત્તિતાપ્રતિયોગિતાક સંબંધથી સત્તામાં રહી જતા, વૃત્તિસામાન્યનો અભાવ ન મળે. એટલે, અતિવ્યાપ્તિ ન આવે. દ્રવ્ય વિશિષ્ટતા” અહીં, વિ. સત્તાવાવચ્છિન્ન વિશિષ્ટસત્તા જ બને. શુદ્ધસત્તા ન બને. અને, તેની અધિકરણતા માત્ર દ્રવ્યમાં જ આવે. અને, તેનાથી નિરૂપિત સમવાયાવચ્છિન્નવૃત્તિતા વિ.સત્તામાં છે જ. આમ, અહીં સમવાયાવચ્છિન્નવૃત્તિતાપ્રતિયોગિકસ્વરૂપસંબંધ મળ્યો. હવે, દ્રવ્યત્વાભાવનિરૂપિત નિરવચ્છિન્ના અધિકરણતા ગુણાદિમાં આવશે. ત્યાં શુદ્ધ સત્તા રહેલી છે. એટલે, શુદ્ધસત્તામાં ગુણાદિનિરૂપિત એવી સમવાયાવચ્છિન્નવૃત્તિતા મળી ખરી. પરંતુ ઉપર જે વૃત્તિતા છે. એ માત્ર વિ.સત્તામાં જ રહેનારી છે. એટલે, ઉપરની અને આ વૃત્તિતા બે ય જુદી પડશે. અને માટે જ, આ વૃત્તિતા એ દ્રવ્યનિરૂપિતસમવાયાવચ્છિન્નવૃત્તિતાપ્રતિયોગિકસંબંધથી વિ.સત્તામાં નહેવાથી લક્ષણ સમન્વય થઈ જાય છે. હવે, કેટલાક પદોનું પદકૃત્ય જોઈએ. જેથી, આ લક્ષણ સ્પષ્ટ સમજાય. चान्द्रशेखरीया : यदि हेतौ हेतुतावच्छेदकधर्मावच्छिन्नत्वं न दीयते, तदा दव्यं विशिष्टसत्त्वात् इति अत्र वि.सत्ता शुद्धसत्ता-अभिन्ना । तथा च विशिष्टसत्तायाः अधिकरणं गुणोऽपि भवति । तन्निरूपिता समवायावच्छिना वृत्तिता शुद्धसत्तायां वि.सत्तायां च वर्तते । यतो विशिष्टसत्ता शुद्धसत्ता-अभिन्ना वर्तते । तथा વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૫૮

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116