________________
000000000COMCCCC00000000000
साध्यवत्भिन्नः यः साध्याभाववान् तद्-अवृत्तित्वम् इति व्युत्पत्तिः । एवं च कर्मधारयसमासादरणे, यः साध्याभाववान् स एव साध्यवत्भिन्नः । तथा च अवृत्तित्वम् यथा साध्याभाववत् = संयुक्तं, एवं साध्यवत्भिन्नसंयुक्तं अपि भवति । एवं च अत्र लक्षणे साध्यवत्भिन्न- अवृत्तित्वम् घटकं अस्ति । तदेव च साध्यव्याप्यतावच्छेदकधर्मान्तरं अपि अस्ति । तद्घटितं च इदं साध्यवत्भिन्न- साध्याभाववत् - अवृत्तित्वत्वं स्वं । तद्वान् अयं हेतुः इति स व्यर्थ: संपद्यते ।
किन्तु अस्माकं मते नेयमापत्तिः । यतः, साध्यवत्भन्नवृत्तिः यः साध्याभाव:, तद्वान् यः, तस्मिन् अवृत्तित्वम् इति व्युत्पतिः अस्माभिः आदृता । अत्र च न कर्मधारयसमासः अतो अत्र अवृत्तित्वम् न साध्यवत्भिन्नेन सह संयोज्यते । अबो, अत्र साध्यवत्भिन्न- अवृत्तित्वम् न घटकं तथा च यद्यपि साध्यवत्भिन्नअवृत्तित्वत्वम् यद्यपि साध्यव्याप्यतावच्छेदकधर्मान्तरं अस्ति । तथापि न तद्घटितं अस्मदभिमतं साध्यवत्भिन्नवृत्ति-साध्याभाववत् अवृत्तित्वत्वम् । अतो न अयं हेतुः व्यर्थः आपादयितुं शक्यते ।
ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન ઃ તો તો પછી “સાધ્યાભાવવત્' શબ્દ મુકવાની જરૂર જ નથી. કેમકે, સાધ્યવત્ ભિન્ન તરીકે ગુણાદિ જ આવશે. અને, તેમાં દ્રવ્યત્વ ન હોવાથી, એ રીતે જ લક્ષણ સમન્વય થઈ જાય છે.
આશય એ કે, કોઈપણ લક્ષણ સ્વેતરભેદની અનુમિતિ કરાવી આવે. એ અનુમિતિમાં એ લક્ષણ હેતુ તરીકે બને. અને, સ્વસમાનાધિકરણ. પ્રકૃતસાધ્ય વ્યાપ્યતાવચ્છેદકધર્માન્તરથી ઘટિત એવો હેતુતાવચ્છેદક ધર્મ વ્યર્થ તરીકે ગણાય છે. તે ધર્મવાળો હેતુ પણ વ્યર્થ બને.
જેમકે, વિહ્વમાન્ નીલધૂમાન્ અહીં, નીલધૂમત્વ એ હેતુતાવચ્છેદક છે. એ સ્વથી લેવું. હવે, ધૂમત્વ એ પણ નિસાધ્યની વ્યાપ્યતાનો અવચ્છેદક બને જ છે. અને, ધૂમત્વ એ નીલધૂમત્વને સમાનાધિકરણ પણ છે. અને એ જ મત્વ એ નીલધૂમત્વમાં ઘટક તરીકે છે. આમ, નીલધૂમત્વ એ સ્વ-સમાનાધિકરણ અને વિનવ્યાપ્યતાવચ્છેદક એવા ધૂમત્વનામના ધર્માન્તરથી ઘટિત છે. અને, તેથી તે નીલધૂમત્વવાળો નીલધૂમ હેતુ વ્યર્થ ગણાય છે.
તેમ, અહીં સાધ્યવભિન્નવૃત્તિ સાધ્યાભાવવ-અવૃત્તિત્વ એ વ્યાપ્તિનું લક્ષણ છે. એટલે, વ્યાપ્તિઇતર ભેદની અનુમિતિમાં આ લક્ષણ હેતુ બને. પણ, એમાં સાધ્યાભાવવત્ ન લખે, તો પણ ચાલે છે. એટલે, આ લક્ષણ=હેતુ વ્યર્થ બની જાય છે.
ઉત્તર ઃ સાધ્યવત્.... અવૃતિત્વત્વ એ હેતુતાવચ્છેદક છે. અને એ સ્વેતરભેદની વ્યાપ્યતાનો અવચ્છેદક અહીં લીધો છે. તો બીજી બાજુ સ્વેતરભેદવ્યાપ્ય તરીકે સાધ્યવત્ ભિન્ન-અવૃત્તિત્વ પણ મળે છે. એટલે, સાધ્યવત્ ભિન્ન-અવૃત્તિત્વત્વ એ પણ સ્વેતરભેદ વ્યાપ્યતાવચ્છેદક બને છે. આ બેય ધર્મો સમાનાધિકરણ પણ છે. પણ, સાધ્યવભિન્નવૃત્તિ-સાધ્યાભાવવત્ અવૃત્તિત્વત્વમાં સાધ્યવત્-ભિન્ન-અવૃત્તિત્વત્વ એ ઘટક તરીકે છે જ નહી. એટલે, એ સ્વસમાનાધિકરણ-વ્યાપ્યતાવચ્છેદક ધર્માન્તર-સાધ્યવભિન્ન-અવૃતિત્વત્વથી ઘટિત ન હોવાથી વ્યર્થ બનતું નથી.
ખ્યાલ રાખવો કે, પ્રાચીનોએ સાધ્યવભિન્નો યઃ સાધ્યાભાવવાન્ તદ્ અવૃત્તિત્વમ્ એમ સમાસ કરેલો. હવે, આ કર્મધારય કર્યો હોવાથી જે સાધ્યાભાવવાન્ છે, એ જ સાધ્યવભિન્ન ગણાય. અને તેથી સાધ્યાભાવવત્-અવૃત્તિત્વ જેમ આમાં ઘટક છે. તેમ, સાધ્યવભિન્નઅવૃત્તિત્વમ્ પણ આમાં ઘટક બને છે.
ooooooooooooooo
***************XXXXO
વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૭ ૦૧
XXXXXXXXXXXXXXXX000000
OOOOOOOOOOOOOO