Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 77
________________ કપિસંયોગાભાવની નિરવચ્છિન્ન અધિકરણતા તો છે જ નહી. એટલે, ગુણાદિમાં રહેલી એવી જ નિરવચ્છિન્ન અધિકરણતા લેવાની છે. હવે, કપિસંયોગાભાવાભાવ-કપિસંયોગથી નિરૂપિત એવી અધિકરણતા તો તે ગુણાદિમાં નથી. એટલે ગુણમાં રહેલી નિરવચ્છિન્ન અધિકરણતામાં સાધ્યાભાવનિરૂપિત અધિકરણતત્વ આવતું નથી. એટલેકે, નિરવચ્છિન્નાધિકરણતામાં અવૃત્તિ એવું સાધ્યાભાવ-નિરૂપિતાધિકરણતત્વ મળી જાય છે. અને, તેનો નિરૂપક સત્તા બની જતા, તેમાં તાદશ-અધિકરણતાત્વકત્વ આવી જાય. એટલે, અવ્યાપ્તિ ન આવે. જો કે, સત્તાધિકરણતાના આશ્રય એવા વૃક્ષમાં પણ વૃક્ષત્વાદિજાતિની નિરવચ્છિન્નાધિકરણતા છે જ. અને કપિસંયોગાભાવાભાવ=કપિસંયોગ નિરૂપિત અધિકરણતા પણ છે જ. પણ, એ બે અધિકરણતા જુદી હોવાથી, વૃક્ષત્પાદિની નિરવચ્છિન્નાધિકરણતામાં કપિસંયોગનિરૂપિત-અધિકરણતત્વ રહેતું નથી, માટે એ રીતે પણ લક્ષણ સમન્વય તો થઈ જ જાય છે. અહીં, ખ્યાલ રાખવો કે, હેતુનાં અધિકરણતાના આશ્રયમાં પાછી જે અધિકરણતા લેવાની છે. એ સાધ્યાભાવની મળે છે કે નહીં ? એ જ જોવાનું છે. જો એ નિરવચ્છિન્ન અધિકરણતા સાધ્યાભાવની હોય, તો તે અધિકરણતામાં સાધ્યાભાવાધિકરણતત્વ મળી જતાં લક્ષણ સમન્વય ન થાય. એટલે, અહીં, “હેતુઅધિકરણતાશ્રયવૃત્તિ-અધિકરણતા” એમ લખવાને બદલે સીધું હતુ-અધિકરણતામાં... એમ કેમ ન લખ્યું? એવો પ્રશ્ન ન કરવો. કેમકે, બે ય અધિકરણતાઓ જુદી જુદી લેવાની છે. કપિસંયોગિભિન્ન ગુણત્યામાં પણ, ગુણત્વાધિકરણગુણમાં કપિસંયોગવતભેદ રહેલો હોવાથી, તાદશ ભેદભાવની નિરવચ્છિન્ન અધિકરણતા ન મળે. પણ, ગુણત્વાદિની જ નિરવચ્છિન્નાધિકરણતા મળે. અને, તેમાં તો કપિસંયોગવર્મેદાભાવ(કપિસંયોગ)નિરૂપિતાધિકરણતત્વ અવૃત્તિ જ હોવાથી લક્ષણ સમન્વય થઈ જાય છે. આમ, આ ત્રીજા મતમાં એ વિશેષતા છે કે, આ બે સ્થળોમાં પણ અવ્યાપિ આવતી નથી. પૂર્વના બે ય મતોમાં, કપિસંયોગાભાવવાળા સ્થળે તો અવ્યાપ્તિ આવતી જ હતી. આમ, મતાંતરો સહિત અહીં પ્રથમ લક્ષણ પુરું થયું. माथुरी : लक्षणान्तरमाह साध्यवद्भिन्नेति । साध्यवद्भिन्नो यः साध्याभाववान् तदवृत्तित्वमर्थः, कपिसंयोगी एतदक्षत्वादित्याद्यव्याप्यवृत्तिसाध्यकाऽव्याप्तिवारणाय साध्यवद्भिन्नेति साध्याभाववतो विशेषणमिति प्राञ्चः । चान्द्रशेखरीया : मूलोक्तं प्रथमं लक्षणं 'कपिसंयोगवान् एतवृक्षत्वात्' इति अत्र अव्याप्तम् मूले कपिसंयोगाभाववति वृक्षे एतवृक्षत्वस्य सत्वात्, अतो द्वितीयं लक्षणमाह साध्यवभिन्नसाध्याभाववद्अवृत्तित्वम् इति । ચાન્દ્રશેખરીયા : મૂળમાં લખેલું પ્રથમ લક્ષણ તો અવ્યાખવૃત્તિ એવા કપિસંયોગાદિ સાધ્ય સ્થળે અવ્યાપ્ત બને છે. “વૃક્ષઃ કપિસંયોગવાનું એતદવૃક્ષ–ાતુ” માં કપિસંયોગાભાવવત્ તરીકે મૂલાવચ્છેદેન વૃક્ષ છે. અને, તેમાં કપિસંયોગત્વ હેતુ રહેલો હોવાથી અવ્યાપ્તિ આવે છે. એટલે, હવે બીજું લક્ષણ કહે છે. ___ चान्द्रशेखरीया : अत्र प्राञ्चः यदि 'साध्यवभिन्नं' इति नोच्यते । तदा साध्याभाववति वृक्षे एतवृक्षत्वस्य सत्त्वात् अव्याप्तिः । अतः साध्यवभिन्नत्वम् साध्याभाववतो विशेषणम् । तथा च वृक्षः વ્યાતિપંચક ઉપર ચાર્જશોખરીયા નામની સરળટીકા - ૮ oriosanoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo w

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116