Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 37
________________ *x*x*x*x*x*x*x*x*0 ચાન્દ્રશેખરીયા ઃ ઉત્તર ઃ જો, સાધ્ય સામાન્ય નિરૂપિતપ્રતિયોગિતા... એમ ન લઈએ, તો અવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે જ્ઞાનમ્ પ્રમેયવત્ જ્ઞાનત્વાત્ અહીં, જ્ઞાનમાં જ્ઞાનત્વ, ગુણત્વ, સત્તા વિગેરે ઘણા બધા પ્રમેયો, સમવાયથી રહેલા જ છે. એટલે, આ સ્થળ સાચું છે. એમ જ્ઞાનમાં વિષયિતા સંબંધથી ઘટાદિપ્રમેયો પણ રહેલા જ છે. એટલે, યત્ર જ્ઞાનત્વમ્ તત્ર સમવાયેન / વિષયિતાસંબંધેન પ્રમેયમ્ આ વ્યાપ્તિ તો સાચી જ છે. પણ, લક્ષણ ઘટતું નથી. તે આ પ્રમાણે. સાધ્યાતાવચ્છેદક સમવાયાવચ્છિન્ન – પ્રમેયત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો પ્રમેયાભાવ એ સાધ્યાભાવ બને. ખ્યાલ રાખવો કે, આમ તો દરેક વસ્તુમાં કોઈને કોઈ પ્રમેય તો રહે જ છે. માત્ર, સામાન્ય-વિશેષાદિમાં સમવાયથી કોઈ પ્રમેય રહેતું નથી. એટલે, સામાન્યાદિમાં આ સાધ્યાભાવ=પ્રમેયાભાવ મળે. હવે, પ્રમેયાભાવનો કાલિકસંબંધથી અભાવ લઈએ, તો આ અભાવ એ પ્રતિયોગિસ્વરૂપ નથી બનતો. કેમકે, અભાવનો સ્વરૂપથી જ અભાવ પ્રતિયોગિસ્વરૂપ બને. પ્રમેયાભાવનો સ્વરૂપથી અભાવ એ પ્રમેયસામાન્યરૂપ= પ્રતિયોગિરૂપ બને એમ માનેલ છે. પણ, અભાવનો કાલિકથી અભાવ એ જુદો જ માનેલ છે. જેમકે, ઘટાભાવનો એ સ્વરૂપથી અભાવ ઘટસ્વરૂપ છે. પણ, ઘટાભાવનો કાલિકથી અભાવ તો સ્વતંત્ર જુદો, અભાવરૂપ જ છે. ઘટરૂપ નથી. અહીં, પણ પ્રમેયાભાવનો કાલિકથી અભાવ એ પ્રમેયસામાન્યરૂપ તો નહીં બને. પણ, તો ય આ અભાવ પોતે પણ એક પ્રમેય તો છે જ. જગત્ની તમામ વસ્તુઓ પ્રમેય છે. એટલે, પ્રમેયાભાવમાં પ્રમેયાભાવાભાવરૂપ સ્વતંત્ર પ્રમેયનિરૂપિત પ્રતિયોગિતા આવી ગઈ. અર્થાત્ પ્રમેયાભાવાભાવ નામનું જે એક સાધ્ય છે. તેનાથી નિરૂપિત પ્રતિયોગિતા મળી. અને, તે પ્રતિયોગિતાનો અવચ્છેદક તો અહીં કાલિક સંબંધ જ બનવાનો છે. એટલે, હવે સમવાયાવચ્છિન્ન પ્રમેયાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો સામાન્યમાં રહેલો જે પ્રમેયાભાવ છે. તે આ કાલિકસંબંધથી જ્ઞાનમાં રહી જાય. અને, તે જ્ઞાનમાં જ્ઞાનત્વ હોવાથી અવ્યાપ્તિ આવે. XXXXXX પણ, સાધ્યસામાન્યનિરૂપિત પ્રતિયોગિતા લઈએ, તો વાંધો ન આવે. કેમકે, સમવાયાવચ્છિન્ન પ્રમેયાભાવનો કાલિકસંબંધથી અભાવ એ સ્વતંત્ર પ્રમેય છે. એટલે પ્રમેય સામાન્ય તરીકે તે ન લેવાય. પરંતુ, પ્રમેયાભાવનો સ્વરૂપસંબંધથી અભાવ લઈએ, તો, એ પ્રતિયોગિસ્વરૂપ=પ્રમેયસામાન્યરૂપ બની જાય છે. એટલે, પ્રમેયાભાવનો સ્વરૂપથી અભાવ લઈએ, તો જ પ્રમેયાભાવમાં રહેલી પ્રતિયોગિતા એ પ્રમેયસામાન્ય=સાધ્યસામાન્યથી નિરૂપિત મળે. અને, આ પ્રતિયોગિતાનો અવચ્છેદક તો સ્વરૂપ જ છે. અને, સ્વરૂપસંબંધથી તો સમવાયાવચ્છિન્ન પ્રતિયોગિતાક પ્રમેયાભાવ માત્ર વિશેષાદિમાં જ રહે. જ્ઞાનમાં ન રહે અને, એ વિશેષમાં તો, જ્ઞાનત્વ ન રહેતું હોવાથી અવ્યાપ્તિ ન આવે. એ રીતે, સાધ્યતાવચ્છેદક તરીકે વિષયિતાસંબંધ લઈને પણ ઉપ૨ મુજબ સમજી લેવું. चान्द्रशेखरीया : अथ माथुर्यां यद् साध्यसामान्यीयपदम् लक्षणघटकत्वेन उक्तम् । तस्य कोऽर्थः इति શ્વેત્ । ચાન્દ્રશેખરીયા : આમાં “સાધ્યસામાન્યીય” પદનો શું અર્થ કરવો ? माथुरी : साध्यसामान्यीयत्वं च यावत्साध्यनिरूपितत्वं स्वानिरूपकसाध्यकभिन्नत्वमिति યાવત્ । चन्द्रशेखरीया: श्रुणु । साध्यसामान्यीयपदम् प्रतियोगिताविशेषणम् । तथा च " यावत्साध्यनिरुपिता" XXXXXXXXXXXXXXXX વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૭ ૨૮ xxxxxxxxxxxxxxx Xxxxxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxxxxxxxxxXXXXX

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116