________________
XXXXXXXXXX00
ચાન્દ્રશેખરીયા : ઉત્તર ઃ સાધ્યાભાવને રાખવાનો સંબંધ કયો લેવો, એની વિસ્તારથી ચર્ચા કરી. સાર એ જ કે, જ્યાં ભાવાત્મક સાધ્ય હોય, ત્યાં સ્વરૂપસંબંધથી જ સાધ્યાભાવનું અધિકરણ લેવું. અને, અભાવાત્મકસાધ્ય હોય, ત્યાં ઉપર મુજબ શોધીને, સમવાયાદિ દ્વારા સાધ્યાભાવનું અધિકરણ લેવું. એટલે, હવે, વારંવાર એની ચર્ચા-લખાણ નહીં લઈએ.
અહીં, કપિસંયોગાભાવને સ્વરૂપની રાખવાનો છે. એ જેમાં રહેશે તેમાં અધિકરણતા આવશે. એ કપિસંયોગાભાવ આપણે શોધેલા સંબંધથી રહેશે. માટે, “નિરુક્તસંબંધ એ જ જ્યાં સંબંધ તરીકે છે,” એવી આ અધિકરણતા ગણાશે. અને, આ અધિકરણતા એ નિરવચ્છિન્ન લેવાની છે. અર્થાત્ જે અધિકરણમાં સંપુર્ણ વ્યાપીને સાધ્યાભાવ રહે, તે જ અધિકરણની અધિકરણતા લેવાની છે. અને, એ અધિકરણતા માત્ર સાધ્યાભાવથી નિરૂપિત નથી લેવાની. પણ, સાધ્યાભાવત્વવિશિષ્ટથી નિરૂપિત લેવાની છે. અર્થાત્
નિરુક્તસાધ્યાભાવત્વવિશિષ્ટનિરૂપિતા યા નિરુક્તસંબંધસંસગંક-નિરવચ્છિન્નાધિકરણતા, તદાશ્રયઅવૃત્તિત્વમ્ વ્યાપ્તિઃ એમ લક્ષણ બનશે.
કપિસંયોગાભાવત્વવિશિષ્ટ કપિસંયોગઅભાવથી નિરૂપિત અધિકરણતા વૃક્ષમાં છે. પણ, એ મૂલાવચ્છેદેન છે. શાખા ઉપ૨ કપિસંયોગાભાવ નથી. એટલે, આ અધિકરણતા નિરવચ્છિન્ન નથી. મૂલાવચ્છિન્ન છે. માટે, તે ન લેવાય. પણ, ગુણાદિમાં સંપૂર્ણપણે કપિસંયોગાભાવ છે. માટે, ગુણમાં રહેલી તે અધિકરણતા નિરવચ્છિન્ન મળે છે. અને, તેના આશ્રય તે ગુણમાં એતવૃક્ષત્વ ન રહેતું હોવાથી લક્ષણ સમન્વય થઈ જાય છે.
माथुरी : गुणकर्मान्यत्वविशिष्टसत्ताऽभाववान् गुणत्वादित्यादौ सत्तात्मकसाध्याभावाधिकरणत्वस्य गुणादिवृत्तित्वेऽपि साध्याभावत्वविशिष्टनिरूपिताधिकरणाद्यवृत्तित्वान्नाव्याप्तिः ।
चान्द्रशेखरीया : यदि साध्याभावत्वविशिष्टसाध्याभावनिरूपित.... इत्यादि मुक्त्वा केवलं साध्याभावनिरूपित.....इत्येव उच्यते, तदा गुणः विशिष्टसता - अभाववान् गुणत्त्वात् इति अत्र अव्याप्तिः भवति । तथाहि विशिष्टसता - अभावाभावः साध्याभावो विशिष्टसत्तारूपः, स च शुद्धसत्तायाः अभिन्नः । तथा च शुद्धसत्ता एव साध्याभावरूपा । तन्निरूपिता, तादृशाधिकरणता गुणादौ अपि भवति । तस्मिन् गुणत्वस्य वृत्तित्वात् अव्याप्तिः । किन्तु यदि साध्याभावत्वविशिष्टनिरूपिता.... इति उच्यते । तर्हि न भवति दोषः । तथाहि-साध्याभावो वि. सत्तात्मकः । तस्मिन् साध्याभावत्वं वि. सत्तात्वं तथा च साध्याभावत्वविशिष्टः साध्याभावः वि.सत्तात्वविशिष्टा वि. सत्ता एव । न शुद्धसत्ता । तथा च वि. सत्तानिरुपिता तादृशाधिकरणता द्रव्ये एव न तु गुणादौ, तत्र च द्रव्ये गुणत्वस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः भवति ।
ચાન્દ્રશેખરીયા : અહીં સાધ્યાભાવનિરૂપિત.... એમ કહેવાને બદલે સૌધ્યાભાવત્વવિશિષ્ટનિરૂપિત એમ જે કહ્યું છે. તેનું કારણ એ કે, જો સાધ્યાભાવનિરૂપિત...” એટલું જ લખે. તો, ગુણઃ વિશિષ્ટસત્તા અભાવવાન્ ગુણત્વાત્ એમાં અવ્યાપ્તિ આવે. કેમકે, વિશિષ્ટસત્તાના અભાવનો અભાવ એ વિશિષ્ટસત્તારૂપ છે. અને, વિ.સત્તા+શુદ્ધસત્તા એક જ છે. એ શુદ્ધસત્તા=સાધ્યાભાવથી નિરૂપિત અધિકરણતા ગુણમાં છે. અને, તેમાં ગુણત્વ તો રહેલું છે. માટે, અવ્યાપ્તિ આવે.
પણ, સાધ્યાભાવત્વવિશિષ્ટ સાધ્યાભાવ લેવાથી વાંધો ન આવે. કેમકે, સાધ્યાભાવ=વિ.સત્તા-અભાવાભાવ= વિ.સત્તા છે. અને, વિ.સત્તાત્વ એ સાધ્યાભાવત્વ બનશે. એટલે, વિ.સત્તાત્વથી વિશિષ્ટ તો વિશિષ્ટસત્તા જ
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
0000000000000000000000000000
વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા
XXXXXXXXXXDHODOX0000000
૪૮
KOTDOOR.0000000