________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
ચાર પ્રકારના શ્રાવકો કથન કરેલા છે. માતા પિતા સમાન ૧. ભાઈબંધવ સમાન. ૨ મિત્ર સમાન ૩. તથા શોકય સમાન ૪. અથવા બીજા પ્રકાર થી પણ ચાર પ્રકારના શ્રાવકો કહેલા છે. આદર્શ-આરસી સમાન. ૧. પતાકાધ્વજા સમાન. ૨. સ્થાણું-ખીલા સમાન. ૩. તથા ખરી-કાંટા સમાન ૪. એ પ્રકારે શ્રાવકો કહેલા છે. માતા પિતા સમાન શ્રાવકના લક્ષણો. चिंतइअ कज्जाइं, न दिठ्ठखलिओ वि होइ निन्नेहो । एगंत वच्छलो जइ जणस्स, जणणी समो सड्ढो ॥१॥ - ભાવાર્થ : નિરંતર પોતાના બાળ બચ્ચાંની માફક મુનિ મહારાજના દરેક કાર્યોની ચિંતવના કરે, તથા દષ્ટિપથને વિષે સ્કૂલના પામ્યા છતાં પણ, અર્થાત્ પ્રતિ લેખનાદિ કાર્યોને વિષે પ્રમાદથી સ્કૂલના પામ્યા છતા પણ નિસ્નેહી થાય નહિ, મુનિ વર્ગને વિષે એકાંત વાત્સલ્ય ભાવને ધારણ કરે. આવા લક્ષણો વાળા શ્રાવક શ્રાવિકાઓને સાધુઓના માતપિતા સમાન કહેલ છે.
हियए सहिणेहोच्चिय, मुणीण मंदायरो विणय कम्मो । धाइसमो साहूणं, पराभवे होइ सुसहाओ ॥२॥
ભાવાર્થ : અંત-કરણને વિષે નિશ્ચલ સ્નેહને ધારણ કરનાર હોય, પરંતુ મુનિ મહારાજાઓનો વિનય કર્મ કરવાને વિષે મંદ આદરવાળો છતાં પણ, પરાભવને વિષે સાધુઓને સહાયભૂત જે માણસ થાય છે, તે શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ બંધવ સમાન કથન કરેલ છે.
मित्तसमाणो माणाईसिं, सूसइ अपुच्छिओ कज्जे । मन्नतो अप्पाणं, मुणीण सयणाउ अब्भहियं । ॥३॥ ભાવાર્થ : મુનિયોને દરેક કાર્યમાં સલાહ આપનાર તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org