Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 113
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભરવા માટે જ તેઓ રાત્રિ દિવસ ગુપ્ત રીતે તાકીને રહેલા હોય છે માટે ઉત્તમ જીવોએ દુરથી જ તેના પગલાને જલાંજલી આપી તેને પગલે કદાપિ કાળે ચાલવું નહિ. ૧૭. પાપીયોની પેઠે પાપ લાગેલું હોય છે. પરંતુ પાપીઓ તેને જોઈ શકતા નથી તેમજ પાપીઓ પોતાનું ધન નહિ વાપરતાં નેક ટેક વાળા માણસને માટે મુકી જાય છે અને નેકવાન માણસો તેનો સારા માર્ગે ઉપયોગ કરે છે. ૧૮. પાપી માણસોનાં ઘરો પાયમાલ થશે અને ધર્મિષ્ટ માણસના મહેલો આબાદ રહેશે. ૧૯. પાપનો માર્ગ દુનિયામાં એવો છેકે તે માણસોને હર્ષ કરાવે છે પરંતુ ભવની પરંપરા વૃદ્ધિ પામે છે તેનો શોક તેમને થતો નથી. ૨૦. પાપી માણસો ન્યાય સમજતા નથી પણ પાપ છોડી પુન્ય કરનારને અન્યાયી ગણે છે. ૨૧. જ્ઞાન એ ઉત્તમ વસ્તુ છે એટલું જ નહિ પણ જ્ઞાન એ આત્માનો જ ગુણ છે તેથી જેઓ જ્ઞાનમાં મશગુલ બને છે તેઓને દુનિયાદારીના પદાર્થોની પરવા રહેતી નથી અને અદ્વિતીય મોક્ષ સુખની મહેનતથી અહિ પણ લેવાય છે. ૨૨. યુવાન પુરૂષને વિદ્યા તથા બોળા માણસને ડહાપણ અને ચતુરાઈ પ્રાપ્ત થવા સહેલ છે પરંતુ વિવેક અને બુદ્ધિની પ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ છે બુદ્ધિવાળા જીવો સાંભળીને જ્ઞાની થઈ પોતાની બુદ્ધિને સતેજ કરી જ્ઞાન વૃદ્ધિ કરવાવાળા થઈ શકે છે. ૨૩. જ્ઞાનીયોના વચનોથી કથાઓ વાર્તાઓ,દૃષ્ટાંતો અનેદલિલો વિગેરેના માર્મિક ભાવો સમજી શકાય છે. ૨૪. જ્ઞાનીયો જ્ઞાનને માન આપે છે ત્યારે મુર્ખ માણસો જ્ઞાનના M૧૦૦) ૧00 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164