Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 139
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માર્ગનું આલંબન કરી તેને આદરવા માટે આટલો બધો તને વિલંબ કરવાનો ટાઈમ શું. ૩૮. વીતરાગના વચનો ઉપ૨ શ્રદ્ધા વિના ઉપર લખેલા પદાર્થો તને મળે તે તું સ્વપ્રમાં પણ જાણીશ નહિ કારણ કે તે ફળો ખરેખરા ધર્મી માણસને ધર્મ કલ્પવૃક્ષના જ ફળ સમાન જ પ્રાપ્ત થાય છે. ૩૯. તું પણ ખરો આળસુનો પોટલો નીકળ્યો હોં કે ? દેવ દર્શન, વંદન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ, નવકારસી, પોરસી, આંબિલ, ઉપવાસ, દાન, શીયલ, તપ, ભાવના, દયા, દાન, પરોપકાર, તીર્થયાત્રા, સંઘ, ભક્તિ, જ્ઞાન, દાન વિગેરે અનેક ધર્મના સાધનો છતાં પણ તે બધા આગળ તેની અંદરથી તને સાપી શકાય તેટલાં પણ સાધવાની તને ઇચ્છા થતી નથી બલીહારી છે ભાઈ તારા ભારે કર્મીપણાની. ૪૦. જેમ દેવગુરુ ધર્મની વૈયાવચ્ચ સિવાય સુખ નથી,તેમજ દયાવાળા ધર્મ સિવાય કદાપિ કાળે જીવોના શરીર રોગાદિકની શાંતિ થઇ નથીકારણ કે પંચેન્દ્રિયનું પટુપણું નિરોગીપણું, દીર્ઘ આયુષ્યપણું આ સર્વ સંપૂર્ણ જીવ દયાનાં ફલો છે. ૪૧. લક્ષ્મી મળી હોય તો ગર્વ કરીશ નહિ. તેનું નામ જ ચપળા છે,તે કદાપિ સ્થિર રહેવાની નથી જ છતાં પણ તાહર જો તેને સ્થિરતા કરાવવાની અભિલાષા જ હોય તોજિર્ણોદ્વાર, જૈન મંદિર, જ્ઞાન ભંડાર, તીર્થ યાત્રા, સંઘ ભક્તિ, જીવદયા અને સાધારણ ક્ષેત્રમાં ખુલ્લા અને ઉદાર મન વચન કાયાથી જલ્દી આંખો મીંચીને વાવવા માંડ કે વાવેલા કરતાં પણ હજાર લક્ષ કોટી ગણી લક્ષ્મી વૃદ્ધિ પામી તારા ઘરમાંથી કદાપિ કાલે પગલું બહાર કાઢે જ નહિ. ૪૨. વળી પ્રથમ અજ્ઞાન દશામાં જે અઢારે પાપસ્થાનો લક્ષ્મી Jain Education International ૧૨૬ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164