________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
પ૯. સંસારમાં સંસારી ક્રિયાઓ કરતાં જો કેવળ જ્ઞાનનો અંશ ઉત્પન્ન થતો હોત તો ભાગ્યશાળીઓ કર્મ ખપાવવા, સંસાર ત્યાગના સાથે ઘોર તપ કર્મ અને ઘોર ઉપસર્ગો ને કદાપિ કાળે આદરમાન આપત જ નહિ.
૬૦. મદિરા-ધતુરો વિગેરે કેફી પદાર્થોનો કેફ તો સારો કે અમુક ટાઇમે ઉતરી જાય છે. પરંતુ આ અભિમાન-માનરૂપી કેફ તે ચઢેલો છે. તે લાંબે કાળે પણ ઉતરનાર નથી માટે જોજે, સાવચેત રહેજે, કારણકે અનંતાનુબંધી માન નિશ્ચય પ્રાણીયોને દીર્ઘકાળ સુધી સંસારમાં રઝળાવનાર છે.
૬૧. જયાં સુધી મને લો કો મહાત્મામાં ગણે આવી અભિલાષાનો મંત્ર, જાપ તું જયાકરીશ ત્યાં સુધી તું પાગલ પુરૂષની પંક્તિમાં ખપી આત્મકલ્યાણ કરી શકીશ નહિ.કારણ કે એવા આડંબરીયોથી કલ્યાણકોટી ગાઉ દુર નામે છે.
૬૨. સાધુપણા કરતાં ગૃહસ્થપણું સારૂ આવા વચનનો વિન્યાસ-આલાપ-સંતાપ તે મહા મિથ્યાત્વને વૃદ્ધ કરનાર છે. કારણ કે મિથ્યાત્વના સમાન બીજુ એક પણ હળાહળ વિષ નથી તેમ જ સાધુ ગુણ પાળક સાધુમાં અને ગૃહસ્થમાં મેરૂ-સરસવથી પણ અધિક અંતર રહેલું છે.
૬૩. મુનિ મહારાજાઓ આવા ને તેવા કહી દુનિયાની ફઇબા થઈ ચોખ્ખા જયાં ત્યાં મુકતો ફરે છે, તે તારા હત ભાગ્યની નિશાની છે, વારૂ ઠીક ચાલ ત્યારે મુનિ મહારાજાઓ કેવા હોય છે કરી બતાવ, પાળી બતાવ. વતિ બતાવ એટલે કળોમાત્રદુર થશે. પાપ બકવા કરતાં કરી દેખાડવું વધારે સારૂ ગણાય.
૬૪. પરઘરની ફઇબા થવાથી તને કાંઈ મળનાર નથી પણ
૧30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org