Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 146
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૫. કેટલીક જગ્યાએ દેરાસરજીનો વહીવટ હાથમાં આવવાથી શ્રાવકો મરજી મુજબ પૈસાને ઉડાડી દેવદ્રવ્ય બુડાડી મહા પાપના ભાગીદાર થાય છે દેવ દ્રવ્ય સાધારણ ખાતામાં વાપરે છે તે દેવદ્રવ્ય પાછું ભરી દેતા નથી સાધુઓ અગર ધર્મિષ્ટ શ્રાવકો તે બાબત કહે ત્યારે ગાળો દેવાને નિંદા કરવા તત્પર થાય છે તો તેમ નહિ કરતાં દેવદ્રવ્ય બીજા કામોમાં વાપરે નહિ ત્યારે જ બહુ સારું કહેવાય. ૬. કેટલાક લોકો શ્રાવકોને દેવદ્રવ્ય વ્યાજે આપે અપાવે છે અને પાછું આપવાની શક્તિ નહિ હોવા છતાં કોઈપણ માગણી કરે તો આપવું તો દુર રહ્યું પણ લડાઈ ટંટો કરી દેવદ્રવ્યનું દેવું નહિ આપતાં ભગવાનને કયાં છોડયો છોકરાંપરણાવવાં છે ? આવું બોલતાં બાપની મિલકતનો વારસ દીકરો છે બાપનું દીકરાને ખપે આવું કહેતાં મહાકર્મ બંધન કરે છે તો તેમ નહિ કરતાં દેવદ્રવ્ય વ્યાજે નહિ લેવું એમ સમજી દેવદ્રવ્ય વ્યાજે લે નહિ ત્યારે જ બહુ સારું કહેવાય. ૭. હાલમાં ઘણા ખરા ગામ નગર પુર પાટણ શહેરોમાં દેરાસરજીના વહીવટ કરનારાઓ અંગ ઉધારે લોકોને ધીરે છે ઠીક નથી પણ અન્ય દર્શનીયોને દાગીના ઉપર રૂપિયા આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે જૈન વર્ગને જે દેવ દ્રવ્ય વ્યાજ લઈ વાપરી શકાય નહિ તેમજ ખરાબ સ્થિતિ આવે તો જ આપી શકાય નહિ માટે આ દ્રવ્ય લેવા લાયક નથી એમ કહી તેને બોધ કરી બુડતાં બચાવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૮. ઘણા ગામોમાં દેવદ્રવ્ય વ્યાજે આપનારાએ આપવાથી અને લેનારાએ લેવાથી બંને દુઃખદ અવસ્થા પાનારા થાય છે.સારા માણસો માગણી કરે તો એક બીજાના સાચા જુઠા પત્રકારો થઈ દેવદ્રવ્ય ભક્ષણ M૧૩૩ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164