________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
इह संसारे विद्युत चपला, दुःख निदान कमला रे, अभच्छायावत्तारुण्यं, झटिति गमिष्यति निपुणं रे भज सर्वज्ञम् ॥९॥ ભાવાર્થ : આ સંસારને વિષે વિજળીના ઝબકારા સમાન ચપલ અને દુઃખના નિમિત્તભૂત લક્ષ્મી તથા યૌવન જલ્દી થકી નાશ પામી જશે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ,સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૯
तृण जल तुल्या कामा भोगा, स्थल जल तुल्या प्राणावामा, बुबुद् तुल्या देहप्रकृति, वारंवारं यस्य विकृति रे भज सर्वज्ञम् ॥१०॥ ભાવાર્થ : તૃણના ઉપર રહેલા પાણીના બિંદુના સમાન વિનશ્વર કામ ભોગો છે, અને સ્થળને વિષે પડેલા પાણીા સમાન પ્રાણ જલ્દી થકી વિનશ્વર છે. પાણીને વિષે ઉત્પન્ન થયેલાપરપોટાના સમાન શરીરની પ્રકૃતિ છે. આ સંસાર વિષે ઉપરોક્ત ત્રણે ક્ષણે ક્ષણે વિક્રિયા પામે છે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧૦
खलेल सार्धं यादृक् प्रीति, स्तादृक् स्नेहेरिति रे,
त्यज अनुरागं मलमूत्राष्ये, कुरु त्वं धर्म धनाढ्य रे भज सर्वज्ञम् ॥१॥
ભાવાર્થ : દુર્જન માણસના સાથે જેવી પ્રીતિ હોય તેવા પ્રકારના દુનિયાના મનુષ્યો સાથે સ્નેહ કરવાની નીતિ રીતિ છે, સબબ દુનિયાને વિષે મનુષ્યો સાથે જ સ્નેહ કરવો તે દુર્જનની સાથે પ્રીતિ કરવા જેવોછે તે માટે મલમુત્ર વડે કરી સંપૂર્ણ ભરેલા એવા પોતાના દેહને વિષે તથા સ્ત્રીયોના દેહને વિષેતથા સ્વજનોને વિષે અનુરાગ પ્રેમ સ્નેહ, છોડી તું જે ધર્મ છે તેને દયાથી ધારણ કર. તેમજ તારા પાસે ધન સંપત્તિ હોય તેને તું ધર્મ માર્ગે વ્યય કર. માટેમૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞદેવને ભજ ૧૧
Jain Education International
૧૪૭
For Personal & Private Use Only
www.jainelibrary.org