Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 149
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ હોય કે ન હોય પણ પારકે પૈસે વસ્તુઓ આપી પુન્ય બાંધે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૪. ઘણા ગામોના શ્રાવકોમાં સાધારણ ખાતાની ત્રુટી હોવાથી અને પોતાની શક્તિ હોય કે ન હોય તેથી દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને અડથલ ગડથલ કરી સાધારણ ખાતાના પૈસા લઈ જઈ વાપરે છે પાપ બાંધે છે તો તેમ નહિ કરતાં સાધારણ ખાતાની આવક હોય એવા ઘણા રસ્તાઓ છે જેમકે જેના ઘરના માણસો માંદા પડે અને પુન્યમાં જેટલા પૈસા કહે તેમાંથી ચોથા ભાગ સાધારણ ખાતામાં લેવો વ્યાપારની આવકમાં અમુક ટેક્ષ નાખવો વરકન્યા પરણે ત્યારે અમુક ટેક્ષ નાખવો એવી રીતે બંદોબસ્ત કરી ધર્મ દ્રવ્ય નહિ લેતાં પાપમાં નહિ બુડતાં સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરી પોતાનાં સંઘનો બચાવ કરી સંઘનો નિભાવ કરી પુન્ય બાંધે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૧૫. દેરાસરજીમાં જઈ નિશિહિ કહી ધમાધમ ધાંધલ કરી અસ્થિર ચિત્તે આશાતના કરી ક્રોધ કરી “મેં પુજા કરી છે' એમ પરને દેખાડવું અને પોતાના આત્માને મનાવવું એ નરો ઢોંગ છે પાંચ મિનિટ પણ સ્થિરતા નથી પ્રભુને એક જ અંગે ભાવથી તિલક કરવામાં આવે તો તે ઉત્તમોત્તમ પૂજા છે તે સિવાય વિના ભાવે શુષ્ક મને અવિધિએ આશાતના કરીને પ્રભુ બિંબને ખંડન કરવા વાળાકુંચીકરતાં વિચાર નહિ પખાલ કરતાં ધૂપદીપ કરતાં પુજા કરતાં ચામર વિજતાં વિગેરેમાં સ્થિર ચિત્ત કરી શાન્તિથી પૂજા કરવામાં આવે ત્યારે જ ઘણું સારું કહેવાય. ૧૬. ત્રિસંધ્ય પૂજન કરવાનું કહેવું છે પ્રભાતે વાસક્ષેપની પૂજા મધ્યાન્હ દુધ પાણી ચંદન કેસર પુષ્પ ધૂપ દીપ નૈવેધ અક્ષત વિગેરે, સાયંકાળે ધુપથી, એને બદલે સવારમાંજ સ્ત્રી પુરૂષો ધમાધમ કરીને ૧૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164