Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 153
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જાત્રાળુ શેઠ શેઠાણીયો અને ભગત ભગતાણીઓ પણ નહિ ચાલવાથી રેલવેથી ધર્મશાળા સુધી તો બેસે છે પણ ધર્મશાળાથી જાત્રા કરવા જતાં આવતાં તળેટી સુધીમાં ઘોડાને સોટી ઉપર સોટી લાકડી ઉપર લાકડી ચાબુક ઉપર ચાબુક અને દુર્વચન ઉપર દુર્વચન અને દોટ ઉપર દોટ આ બધું ઘોડાગાડીમાં બેસનારા દેખતા છતાં હૃદયમાં કોઇપણ અરેકારો નહિં લાવતાં ઘોડાનું આયુષ્યઓછું કરી દે છે એવું જ્ઞાન ઘોડાગાડીમાં બેસનારાને થતું નથી એ તો દૂર રહ્યું પણ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ઉપર ઘોડાગાડીવાળા ગાડીયો નાખે છે કોઈને વગાડે છે કોઈકના પ્રાણ લે છે તો આ જાત્રા અને પ્રજાકેવી નજરે દેખતા છતાં પણ ઘોડાગાડીમાં બેસનારા દયાહીન બને છે તેને જાત્રા શું ફળ આપનારી હતી ? માટે જાત્રાળુઓ જતાં આવતાં ધર્મશાળાથી તલેટી સુધીમાં ગાડીમાં બેસવાના પચ્ચખાણ કરવાં જોઇએ આમ કરે ત્યારે ખરીજાત્રા કરી કહેવાય ઘોડા બળદ જે ઓછા દુઃખી થાય તેવું વર્તન શ્રાવક શ્રાવિકા કરે ત્યારેજ બહુ સારું કહેવાય. ૩૨. ઘોડા બળદનીહાડ મારી સાધુ સાધ્વીયો પણ દેખતા છતાં જાણે શ્રાવક શ્રાવિકાથી અંજાઈ ગયેલા હોયની શું ? એવા નિર્માલ્યા થઇ ઘોડા બળદનીદયા નહિ ચિંતવતા દુર રહ્યા પણ બીજા પોતાના ભક્તોને ધર્મશાળાથી તળાટી સુધી ઘોડા ગાડીમાં ન બેસવું એવો ઉપદેશકરતા નથી તે ઠીક થતું નથી માટે ઘોડા બળદની દયા ચિંતવનારા સાધુ સાધ્વીયો શ્રાવક શ્રાવિકાને ધર્મશાળાથી તલાટી સુધીમાં ઘોડા ગાડીમાં બેસવું નહિ એવા પચ્ચખાણ કરાવી જીવ દયાનું પુન્ય હાંસલ કરે ત્યારે જ બહુ સારું કહેવાય. ૩૩. હાલમાં કેટલાક શ્રીમંતો અને ઘણા શ્રાવકો બોલે છે કે નવા નવા દેરાસરો સાધુઓ કરાવે છે તે ઠીક નથી આવા કાળમાં M૧૪૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164