Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 154
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભવિષ્યમાં તેને કોણ સાચવશે? અત્યારે તો શ્રાવકોનો ઉદ્ધાર કરવાની જરૂર છે આવા વચનો બોલે છે તે યોગ્ય નથી કારણ કે જેઓ કામ ઉપાડે છે તે નિશ્ચય પુરૂ કરવાના જ તેમાંથી કોઈનાથી એક પણ કાંકરી ખસેડી શકાય તેમ નથી ત્યારે નાહક ન કરાવવાના વચનો બોલી અંતરાય કર્મ શું કામ બાંધનારા બાંધે છે તેઓને એમ બોલવું જોઇએ કે ભાઈયો શ્રીમંતો લક્ષ્મીનો વ્યય જૈન મંદિરમાં કરે છે તે બહુ સારી વાત છે હાલમાં શ્રાવક ક્ષેત્ર સિદાયછે માટે તેનું પણ પોષાણકરવાની ખાસ જરૂર છે. શ્રાવક હશે તો દેરાસરજી ઉપાશ્રય વિગેરે સચવાશે આવી રીતે બોલવાથી અંતરાય ન બંધાય અને કોઈનું મન થાય તો શ્રાવકોનો પણ ઉદ્ધાર થાય શ્રાવકોનો ઉદ્ધાર કરવો એ શબ્દ બોલનારા મોઢેથી જ બોલે છે બાકી શ્રાવકના ઉદ્ધારને માટે પાઇ કાઢવી ને પ્રાણ કાઢવો બરાબર છે. પ્રથમ તો સાધુઓ શ્રાવકો દ્વારા વાત હાથમાં લે તો બને, પણ મોટા સાધુઓને શ્રાવકો ઉદ્ધારની કાંઇજ પડી નથી બીજા રેજીયા ફેજીયા સાધુઓથી કાંઈ બની શકે જ નહિ વળી જેણે જે સંસ્થાનાં કામો ઉપાડ્યાં હોય તેને તે કામો પુર્ણ કરવાની લગની હોવાથી અને બીજાઓ પુસ્તક, પાના, કપડાના મોહમાં પડેલહોવાથી તેનું પુરૂં થાયનહિ ને શ્રાવકના ઉદ્ધારની વાત કરે નહિ હવે શ્રીમાનો પણ અમુકના માનેલા છે, ત્યાં પૈસા ખર્ચ કરી માન પાન ફુલના હારતોરા, ચા, બદામ, પિસ્તા, સંતરા, સફરજન, કેરી, કેળાં મળે ત્યાં રૂપીયાના વરસાદ વરસાવી ઢગલે ઢગલા કરે અને બીજી વાત કોઈ કરે તો એક પાઈ પણ ન આપે અને મુખમાં જેમ આવે તેમ બોલે એકાદ દિવસ શ્રાવકને રોટલો આપવો હોય તો પણ ભારે પડે કદાચ પાંચ પૈસા કોઈકને આપે તો ધજાગરો ચડાવે મેં આમ કર્યું અને મેં ફલાણાને તેમ આપ્યું આવા ૧૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164