Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 155
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ખોટા ફણગા ફૂંકી બાજુવાળા શ્રાવકોને ઉતારી પાડે પણ ગુપ્ત આપવામાં મહા પુન્ય છે એ મહાપુરૂષોનાં વચન યાદ ન કરે અને વચનો બોલે કે શ્રાવકના દિકરાને ભીખ માગતાં આજે લાજ નથી આવતી અરે ભાઈ લાજ તો ઘણી છે પણ ઘરમાં હાંડલા કુસ્તી કરે અને પેટમાં ગલગલીયાં બોલે ત્યાં લાજ રાખે શું પરવડે ? મોઢે બોલનારા હજારો છે કે શ્રાવકોનો ઉદ્ધાર કરોઉદ્ધાર કરો પણ એક પાઈ પણ શ્રાવકના નિમિત્તની પોતાનાથી નીકળી શકે તેમ નથી વળી પોતે શ્રીમંત છતાં પૈસો કાઢી શકે નહિ તો બીજાને કેવી રીતે કહી શકે ? શ્રીમંતોને શ્રાવકો માટે પૈસા કાઢવામાંપણતા છે ફક્ત નામના કરવામાં અને માન મોટાઈ મેળવામાં અનગળ લક્ષ્મી વાપરી નાખે છે બાકી શ્રાવકની દયાની કોઈને કાંઈ પડી જ નથી શ્રીમંતો ઘણી ધર્મશાળા હશે ત્યાં ધર્મશાળા બંધાવવા તૈયાર થશે પણ જયા એક પણ નહિ હોય અને ખાસ જરૂરી જેવું હશે ત્યાં એક ધર્મશાળા પણ બંધાવી નહિ શકે? એવી રીતે ઉપાશ્રય દાનશાળા પાઠશાળા વિગેરેમાં વાંચનારાઓનેસમજી લેવું ભરતી મા ભરે તે કહેવત સાચી છે અને ભલે ગમે તેમ કરે પણ જ્યાં કાંઈ પણ ઠેકાણું ન હોય ત્યાં શ્રીમંતો કાંઈ પણ કરતા કરાવતા નથી તો શ્રાવકોનો ઉદ્ધાર કેવી રીતે થઈ જવાનો હતો જયાં જયાં જે વસ્તુની જરૂરીઆત હોયત્યાં ત્યાં તે તે વસ્તુની ખોટ પુરી કરે તો જ લાભ મળે, બધા ભેગા થાય કોઈ કામને માટે ત્યાં કહી દે કે આ કામમાં તો રૂા. ઘણા આપનારા છે પણ શ્રાવકના ઉદ્ધારનું કોઈ નામ લેતું નથી એમ કહી વાત ડોળી નાખી ઉભા થઈ ચાલતા થાય પણ પોતે ન કહે કે લ્યો મારા પચીશ હજાર કે પચાસ હજાર શ્રાવકો નાઉદ્ધારમાં વાપરો બધા શ્રીમંતો ટીપ કરી જેના ઘરમાં પાંચ માણસ હોય તેને પાંચસો અને દસ માણસ હોય ૧૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164