________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ બીજાને કુબુદ્ધિ આપી તોડી પાપ બાંધે છે તેના કરતાં કાંતો મૌન કરી કાંતો ધર્મના કામોથી પુષ્ટિ કરી પુન્ય બાંધે ત્યારે બહુ સારૂ કહેવાય.
૨૨. દેરાસરજીના રૂપીયાથી પાંજરાપોળ ચલાવી પોતે તથા આખા સંઘને ડુબાવી જાનવરોને ડુબાવી ટીપ કરે લાવી, દેવ દ્રવ્યનું દેવું નહિ દેવાથી, બધાય દુ:ખી થવાના છે માટે સુખની ઇચ્છા કરનારાએ દેરાસરના પૈસા પાંજરાપોળમાં નહિ નાખતાં અને નાખ્યા હોય તો પાંજરાપોળને નામે ટીપ કરી દેવદ્રવ્યનું દેવું પતાવી પાંજરાપોળનું ફંડ કરી તે જીવોને બચાવી લેવામાં આવે ત્યારે જ બહુ સારૂ કહેવાય.
૨૩. આગેવાનો કોઈપણ ધર્માદાનાદ્રવ્યની આગેવાની કરે છે પણ તેમાં લગાર માત્રા પણ ભુલ થાય તો મહાઅનર્થની પરંપરા સેવન કરનારા થાય છે તો તેવા પ્રકારના અનર્થોને ટાળી ચોખી રીતે નિર્મળ સેવાભાવીનું કામ મેળવી શકાયતોજ વહીવટ કરવાની પ્રમાણિકતા ગણાય અને ત્યારે બહુ સારૂ કહેવાય.
૨૪. નાતના જાતના વ્યવહારના ધર્મના કામમાં જ્યારે ત્યારે હોંશે હોંશે પથરા નાખી અંતરાય કર્મ બાંધે છે પણ યાદ રાખવું કે બાંધેલા કર્મ તારેજ રોતા ભોગવવા પડશે તો કાદવમાં હાથ નાખી હાથ ધોવા તેના કરતાં ન નાખવા તે સારા માની અંતરાય કર્મ છે જીવતું નહિ બાંધે ત્યારે જ બહુ સારૂ કહેવાય.
૨૫. સાધુ સાધ્વીની ભક્તિ કરી વહેરાવી પછી આદુ પાછું બોલી નિંદા કરી ફળ બાળી દેવું તેના કરતાં દેતી વખતે વિચાર કરી આપવાથી પશ્ચાત્તાપ કરી પાપ બાંધે નહિ ત્યારે બહુ સારૂ કહેવાય.
૨૬. સાધુ સાધ્વીયો પણ લેતી વખતે ઘરવસ્તુ અને ભાવ જોઇને
૧૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org