Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 150
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પૂજાને બદલે આશાતના કરી કર્મ બંધન કરે છે મધ્યાન્હની પૂજા ઉડાડી દે છે સ્ત્રી પુરૂષો સાથે પૂજા કરે તો સભ્યતા સચવાય એકબીજાના રૂપ દેખી મોહ ન થાય, ટાઇમે જ પૂજા કરવામાં આવે પુન્ય બંધાય કર્મની નિર્જરા થાય પ્રેક્ષક વર્ગ આનંદ પામે આવી રીતે પૂજા કરવામાં આવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૭. સ્ત્રીયોને અંતરાયનું નિયમિતપણું નહિ હોવાથી અને હરકોઈ વખતે આશાતનાથી ર્મ બંધન થતું હોવાથી બરાબર શુદ્ધિ હોય ત્યારે જ એક માસમાં એક દિવસ પૂજન કરવામાં આવે તો બસ છે પણ આશાતના કરી રોજ પૂજન કરી પાપ બાંધે અંતરાય આવવાથી બોળી વાડો થાય અંતરાય છતાં વરઘોડો જોવા જાય પૂર્ણ શુદ્ધિ થયા વિના કે ત્રીજે ચોથે દિવસે નાહીને શુદ્ધિ વિના દહેરાસરે તીર્થ જાત્રા કરવા શાન્તિસ્નાત્ર વિગેરેમાં જાય છે તે ઠીક નથી માટે શુદ્ધિથી પવિત્રતાથી આશાતના ટાળીને પુરૂષોન હોય ત્યારે પ્રભુ પૂજન કરે ત્યારે બહુજ સારું કહેવાય. ૧૮. સામાયિક પૌષધ પડિક્કમણાનાં નિંદા વિકથા કુથલી ચાલતી ક્રિયામાં વાતો કરવી વિગેરે ધર્મ કરણીને બાળી દે છે તો તેમ નહિ કરતાં મૌનપણે ધર્મકરણી કરી પુન્ય વધારે ત્યારે બહુ સારૂ કહેવા. ૧૯. વ્યાખ્યાનમાં વાતો, નિંદા, વિકથા, ક્રોધ, કષાય, કરવા, નવકારવાળી ગણવી, આંખો ચારે બાજુ ફેરવવી, વ્યાખ્યાન સાંભળવું આ બધુ એળે જાય છે માટે એક ચિત્તે વ્યાખ્યાન સાંભળી લાભ બાંધે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૨૦. નવકારવાળી મૌનપણે ગણે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૨૧. પુરૂષો અને સ્ત્રીયો ધર્મ પતિત હોવાથી દરેક ધર્મનાકામો ૧૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164