________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૩૧. જો તાહરે ઈહલોક પરલોકમાં સાચેસાચા અને ભય વગરના સુખની ઇચ્છા હોય તો શુદ્ધ દેવગુરુ ધર્મનું રાત્રિ દિવસ સેવન કર. - ૩૨. તાહરે જ્ઞાનાવરણીય કર્મવાંસોને કાપવા હોય તો વીતરાગ મહારાજે કથન કરેલા સિદ્ધાંતોનું એકાંત રીતે પઠનપાઠન અને મનન કર.
૩૩. જો તારે સદ્ગતિમાં જવું હોય અને બીજાં ધર્મકાર્ય તાહરાથી ન બની શકે તેમ હોય તો ઘરે પણ અસત્ય, છળ પ્રપંચ, જૂઠ કલંક ચોરી, વિશ્વાસઘાત, પરસ્ત્રી, ઝેરવેર, નિંદા વિકથા, અભક્ષ્ય, અનંતકાય ભક્ષણ, રાત્રિ ભોજન, મધ, માંસ , મદિરા માખણ એટલાનો તો જરૂર જરૂર ત્યાગ કર પછી તને દુર્ગતિમાં જવું પડશે નહિ.
૩૪. જે બાબતનો અહંભાવ જીવ મનમાં કરે છે. તે બાબતની દીનતા પરભવમાં તે પામે છે. માટે અહંપણા સિવાય મધ્યસ્થ દષ્ટિથી પ્રાપ્ત થયેલા લાભોને ભોગવી લેકે જે ફરીથી ભવાંતરમાં પ્રાપ્ત થાય ને વિયોગ ન પડે.
૩૫. કન્યા વિક્રય, થાપણ માંસો, વિગેરે મહા કુડામાં કુડા કર્મ છે તેને જલાંજલી દેવાને તું સમર્થ કેમ થતો નથી.
૩૬. પૂર્વે જેણે પુન્ય કર્યું છે તે સુખી અને નથી કર્યું તે દુઃખી છે તે તું પ્રત્યક્ષ નિરંતર નજરો નજર જોતાં છતાં પણ પાપ કર્મનું તાડન અને પુન્ય કર્મનું પાલન કરવામાં તને આટલો બધો આ પ્રમાદ શું ચોંટયો છે.
૩૭. તારે સુંદર રૂપ, સૌભાગ્ય, દીર્ધાયુ, આરોગ્ય તુષ્ટિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ વિગેરેની ઈચ્છાહોય તો શુદ્ધ દેવગુરુ ધરમના શુદ્ધ
M૧૨૫૦
૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org