________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૨૭. હે ચેતન? ચો તરફ જાજવલ્યમાન અગ્નિ ફરીવળ્યા પછી કૂવો ખોદવા રૂપ આત્મ કલ્યાણ કરવા ઇચ્છા કરીશ તે સર્વથા વ્યય અને લોકમાં હાસ્ય કરાવનાર થશે માટે પ્રથમથી જ મનુષ્ય જન્મની કાંઇક સફળતા કરી લે.
૨૮. હે સુશીલ ? જે સુવર્ણના આભુષણ પહેરવાથી કાન તુટી જાય તે સુવર્ણ શું કામનું ! તથા જે અન્ન ખાવાથી વમન વિરેચન વિશુચીક થાય તે પણ શું કામનું તથા જે માર્ગે જવાથી લુંટાઈ જઈ માર ખાવાનો વખત આવે છે. તે માર્ગના સામું જોવાનું પણ શું પ્રયોજન હતું. જેનાથી પોતાના પ્રાણની હાનિ થાય તેવા વિષ ભક્ષણને મૂર્ખ માણસ સિવાય બીજો કોઈ ડાહ્યો માણસ આદરમાન આપે નહિ જે ઔષધ ભક્ષણ કરવાથી શરીરમાં રોગાદિકની વિક્રિયાઓ વૃદ્ધિ પામી આત્માને મહાકલેશ કારી થાય તેવા ઓષધથી ન્યારારહેવામાં શું ફાયદો નથી થતો ! જેનાથી ઈહલોકમાં નિંદા થાય અપમાન મળે તિરસ્કારને પાત્ર થવાય અને પરલોકમાં સંસારની વૃદ્ધિ થાય બોધિ દુર્લભતા પ્રાપ્ત થાય આત્મા મહા દુ:ખોનો ભોક્તા થાય તેવા કાર્યો તાહરે કરવામાં શું લાભ હાંસલ થવાનો હતો ? તેનો વિચાર કર જરા દીર્ઘ દ્રષ્ટિથી તપાસ કરી અને પછી લાભ દેખે તો તે માર્ગનું આલંબન કર.
૨૯. હે ઉત્તમ ? તું જાણતો હોઇશ કે માહરૂ ગુપ્ત કર્મ માહરો ગુપ્ત પ્રપંચ મહારી ગુપ્ત કરણી માહરો ગુપ્ત હેતુ કોઈ જાણતું નથી. તો તે માન્યતામાં તાહરી મોટી ભુલ છે, જરા વિચારી જો કે એક લગાર માત્ર કરેલું પાપ કર્મ પ્રગટ થયા વિના રહેતું નથી. તો ઇહલોક પરલોક વિરૂદ્ધ એહવા તાહરા માઠાં પાપ કર્મ કેમ ઢાંકયા રહેશે, કદાચ પાપાનુંબંધી ગાઢ પુન્યોદયથી તું જે કર્મો કરીશ તે દુનિયાની
૧૨3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org