________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શિક્ષણને તુચ્છ ગણી ધિક્કારી કાઢી તેને વગોવે છે જ્ઞાની અને મુર્ખમાં એટલું અંતર છે.
૨૫. જ્ઞાનીયો ઠેક ઠેકાણે પોકારી પોકારીને જાવે છે કે અરે મુખનંદો હજુ તમે કુબુદ્ધિ છોડી સન્મતિ પ્રાપ્ત કરો એમ કહ્યા છતાં અજ્ઞાની માણસો તે વચનોને વખોડી કાઢશે. ધિક્કારી દેશે, તિરસ્કારકરશે અને મુર્ણપણામાં આનંદ માનશે તેથી તેદયા પાત્ર છે.
૨૬. હૃદયમાં સત્ય જ્ઞાનના પ્રવેશથી જ મન આનંદિત ફરે છે બુદ્ધિ વીંટાઈ રહે છે અને વિવેક ચોકીદાર થઈ ચો તરફથી રક્ષણ કરે છે.
૨૭. સત્ય જ્ઞાનીયો સત્ય જ્ઞાનનો વારસો મેળવે છે.
૨૮. જ્ઞાની પુરુષો જ્ઞાન અને વિદ્યાનો સંગ્રહ કરી તેમાં વધારો કરે છે મુર્ખ પુરૂષો જ્ઞાન અને વિદ્યા તરફ નિરંતર બેદરકાર રહે છે.
૨૯. અજ્ઞાની માણસને અંહકાર ઘણો હોય છે કારણકે તે પોતાની જાતને બહુગુણોપેત માને છે તેથી ઉલટું જ્ઞાનીઓને હોયછે અર્થાત્ અહંકાર હોતો નથી કારણ કે તેઓ પોતાની જાતને સર્વદા ન્યુનતાવાળી જ માને છે.
૩૦. જ્ઞાનીની જીભમાં અમૃત અને આરોગ્યપણું રહેલું છેત્યારે અજ્ઞાનીની જીભમાં જુઠ રૂપી જયેષ્ઠ ઝેર ક્ષણિકતા કપટ અને કુયુક્તિ સિવાય બીજુ કંઈજહોતું નથી.
૩૧. જ્ઞાની જે શિક્ષણ આપે તે અમૃતનો ઝરો છે અને તેથી મરણના હૃદયમાંથી છુટી જવાય છે પરંતુકપટીનું શિક્ષણ દુનિયામાં ખુવારીથી પણ ખરાબ કામ કરી ઉતારી પાડનાર હોય છે કારણ કે કપટીઓનો માર્ગ ખરબચડો છે માટે રખે કોઈ તે માર્ગે જતા.
૩૨. જ્ઞાનીયોની સંગત કરનાર જ્ઞાની થાય છે. પરંતુ મૂર્ખની
૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org