Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 125
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૨૨. હાથ જોડીને બેઠેલામૂર્ખ માણસને તેનું નિરૂદ્યમીપણું અને સુધા મારી નાખે છે. ૧૨૩. લોભીયા માણસને ઘણું મળ્યા છતાં પણ તેનો લોભ શાન્ત થતો નથી. ૧૨૪. રાજા જીતને માટે હાથીઘોડા રથ અને પાયદળ વિગેરે તૈયાર કરે છે પરંતુ જીત મેળવવી તે ભાગ્યાધીન છે તેવી જ રીતે મન ગમે તેમ ગોટા વાળે પણ લાભ મળવો પુન્યાને આધીન છે. ૧૨૫. દ્રવ્યવાળો અને દરિદ્રી ભેગા થાય ત્યારે પૈસાવાળો ગરીબ ઉપર પોતાની સત્તા ચલાવે છે અને ગરીબ દ્રવ્યવાળાનો દાસ થઈ તેની આજ્ઞા ઉઠાવે છે. ૧૨૬. પોતાના હૃદયની શુદ્ધિથી બોલનાર માણસની છાપ દુનિયાના જીવો પર પડવાથી દુનિયા તેના પર અંજાઈ જાય છે. ૧૨૭. પર નારીનું મુખ ચંદ્ર નથી, પણ હડહડતો રાહુ છે. ૧૨૮. પરનારીનું પેટ અમૃતથી ભરેલું નથી પણઝેરથી ભરેલા ઉંડા ખાડા જેવું છે. ૧૨૯. પર નારીનાં નેત્રો કમળની પાંખડી જેવા નથી પણ તીર્ણ ભાલાની અણી જેવાં છે. ૧૩૦. તું ગરીબને લુંટી ભવિષ્યમાં ગરીબ થવાનું કર્મ ન કર. ૧૩૧. ક્રોધી તામસી માણસની તું કદાપિ સંગત કરીશ નહિ. ૧૩૨. તારી પાસેદેવાનું દ્રવ્ય ન હોય તો તે કોઈનો જામીન થઇશ નહિ કારણ કે તે જામીનગીરી તને ભવિષ્યમાં અગ્નિની જવાળા જેવી થશે. ૧૩૩. આવકના પ્રમાણમાં ખર્ચ કરવો, છતાં વધારે ખર્ચ કરનારને ભવિષ્યમાં પોતાના ગળા ઉપર છરી મૂકવાનો ટાઇમ આવે M૧૧૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164