________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૦૪. સામા માણસોની કોઈ પણ વાત બરોબર સાંભળ્યા અગાઉ તે બાબતમાં ઉત્તર આપી દેવો તેના જેવી એક પણ મૂર્ખતા
નથી,
૧૦૫. કજીયો તે એક જબર જસ્ત શહેરનો કોટ છે કદાચ નહિતાય એવા પણ કોઈ માનવીયો જીતી શકે છે પરંતુ રૂઝમાન થયેલ પોતાના બંધુને જીતવો વશ કરવો બહુ જ મુશ્કેલ છે. - ૧૦૬. જયારે કોઈને કોઈ પણ બાબતમાં પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે પૈસાદાર કઠોર અને ઉદ્ધતાઈથી જવાબ આપે છે અને ગરીબ માણસ દીનતાં કરી, દીનતાઅને હીનતાથી ઉત્તર આપે છે.
૧૦૭. જે માણસ ઘણા મિત્રો કરે છે તે પોતાના નાશને માટે થાય છે પરંતુફક્ત એક જ ઉત્તમ નિમકહલાલ મિત્ર હોય તો પોતાના બંધુ કરતાં પણ વિશેષ પ્રકારે લાભકારી છે.
૧૦૮. પૈસા ઘણા મિત્રોને વધારે છે ત્યારે દ્રરિદ્રતા ગમે તે પ્રકારે ટકી રહેલ એ પણ મિત્રને નાશ કર્યા સિવાય શાન્તિ પકડશે નહિ.
૧૦૯. દાતારના મિત્રો ઘણા થાય છે અને ના પાડયા છતાં પણ વળગી રહી છે તેના પછાડી દોડયા છતાં પણ એવી રીતે પલાયમાન થાય છે કે પાછા કોઈ દિવસ હાથમાં આવતા નથી.
૧૧૦. રાજાનો રોષ સિંહની ગર્જના જેવો પ્રબળ હોય છે તેને ક્રોધ ઉત્પન્ન કરાવનાર મોતના પંજામાં સપડાઈ જાય છે.
૧૧૧. ઉંડા પાણીમાંથી પણ તળીયું મળે છે તેમ ડાહ્યો માણસ ઘણા ઉંડાઇવાળા ઠેકાણેથી પણ પોતાની બુદ્ધિ વડે અક્કલને શોધી કાઢે છે.
૧૧૨. દુનિયામાં ઉપકાર કરી બતાવનારા માણસો ઘણા છે
૧૧૦)
૧૧0
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org