Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 121
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૮૪. દુનિયા ગરીબ ઉપર જુલમ કરનારને નિદે છે. અનેદરિદ્ર ઉપર દયા કરનારને માન આપે છે. ૮૫. નમ્ર માણસક્રોધને શમાવે છે પણ ઉદ્ધત માણસ ક્રોધાનલને પ્રગટ કરે છે. - ૮૬. પ્રફુલ્લિત અંત:કરણ મુખને આનંદિત કરે છે પરંતુહૃદયના ખેદથી મન કુંભારના ફુટેલા ભાજનની પેઠે સેંકડો ટુકડા રૂપે બને ૮૭. વિપત્તિવાળા સર્વે દિવસો નકામા અને ખરાબ છે. અને સંપત્તિવાળાના સર્વે દિવસો રૂડા અને સારા છે. ૮૮. ધન ઘણું છે પરંતુ સાથે જો સંકટ પણ ઘણું હોય તો ધન નકામું છે કદિ ધન થોડું હોયપણ પાપ પરભવ-પરમાત્માનો જો ડર હોય તો મહા ઉત્તમોત્તમ જાણવું. ૮૯. વૈરીને ત્યાં ઉત્તમ પકવાનોનું ભોજન કરવું તેના કરતાં પ્રેમીને ત્યાં શુષ્ક ભોજન કરવું તે બહુ જ પુષ્ટિ કારક છે. ૯૦. ક્રોધી માણસક્રોધ કરી કજીયો ઉભો કરે છે પરંતુ ક્ષમા શીલ માણસ તત્કાળ તે કજીયાને શમાવી દે છે. ૯૧. પ્રમાણિકપણાનો માર્ગ સિધોસટ રેલ્વેની સડક જેવો છે અને અપ્રમાણિક મૂર્ખ અજ્ઞાનીયોનો માર્ગ હાથીયા થોરના લાઈન બદ્ધ ચોતરફ પથરાયેલા શુળાઓ જેવો છે. ૯૨. દયાથી, સત્યથી તપથી, આત્મનિંદાથી અને પશ્ચાતાપથી પાપનું પ્રાયશ્ચિત થઈ શકે છે. ૯૩. અન્યાયથી પ્રાપ્ત થતી ઘણી લક્ષ્મી કરતાં ન્યાય નીતિથી આવતી થોડી લક્ષ્મી પણઘણો લાભ આપનારી નીવડે છે. ૯૪. સુવર્ણ મેળવવા કરતાં જ્ઞાન મેળવવું સો દરજે સારૂ ૧૦૮ ૧૦૮ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164