Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 132
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૬. રાગીપી દેવોનો ત્યાગ કરી નિરાગી, નિઃસંગી નિર્વિકારી નિપી દેવોને વિષે પ્રીતિ કરી તેનેજ એક ચિત્તે સેવવા સમાન બીજી એકપણ હિતકારી બુદ્ધિ નથી. ૭. કંચન કામીનીને ત્યાગી, ભવ સમુદ્રમાં બુડતા ભવ્ય જીવોને તારવા નાવ સમાન, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે સમયાનુસાર સંયમનું પ્રતિપાલન કરનારા, જૈન ધર્મનો ઉદ્યોત કરનારા ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપી માર્ગમાં સ્થાપન કરનારા, દુષમકાળમાં પણ કટીબદ્ધ થઈ સમયાનુસાર શુદ્ધ ધર્મના શુદ્ધ ઉપદેશને આપનારા તેજ શુદ્ધ તત્વને જાણનારા એહવા મુનિ મહારાજાઓને વિષે પ્રીતિ કરવી, તેમના ગુણ ગ્રહણ કરવા તેના સમાન બીજો એક પણ ઉત્તમ આત્માનો પરમાર્થ નથી. જ્ઞાની મહારાજાઓએ કથન કરેલા, અનાદિકાળથી ચાલતા આવેલા વીતરાગ મહારાજે શુદ્ધ સિદ્ધાંતોમાં સ્થાપન કરેલા, એવા પરમ જૈન ધર્મનું મન વચન કાયાથી પરિપૂર્ણ રીતે પાલન કરવું તેના સમાન બીજુ એક પણ ઉત્તમોત્તમ રહસ્ય નથી. ૯ મિથ્યાત્વીઓના દેવદેવીયોની ઉપાસના તથા માન્યતા ત્યાગ કરી કુમતિ પાખંડીયો કુલીંગીયોના સંસર્ગને છોડી શુદ્ધ રત્નત્રયી (શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ)નું રાતદિવસ એકાગ્ર ચિત્તે પ્રતિપાલન કરી શુદ્ધ સમ્યકત્વ અંગીકાર કરવું તેના સમાન બીજુ એકપણ શ્રેયસ્કર નથી. ૧૦. કેવળ અન્ય ધર્મીયોના પુસ્તકોને ફેંદી ઉત્તમ ગુણગણ રત્નોની ખાણ સમાન, મસ્તકના મુકુટ સમાન, જગતના સમગ્ર પદાર્થને દેખવા માટે ઉત્તમ દીપક સમાન, તેમજ સૂર્ય સમા, એહવા જૈન ધર્મના પુસ્તકોનો તિરસ્કાર કરવો તેના સમાન બીજું એકપણ હળાહળ વિષ નથી. માટે બીજા મિથ્યાત્વીઓના પુસ્તકોનો ત્યાગ કરી જૈન સિદ્ધાંતોના ઉપર પ્રીતિ કરવી તેજ હિતાવહ છે. ૧૧૯ ભાગ-૨ ફર્મા-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164