________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ હોઠ ઉપરકાબુ રાખનાર ચાંદી જેવા ચોખ્ખા શબ્દો બોલી સજ્જનોના મનને આનંદ ઉત્પન્ન કરનાર થાય છે. - ૬૭. જેમ પવનનો સપાટો ક્ષણમાત્રમાં દુર પ્રદેશે ચાલ્યો જાય છે તેમ દુષ્ટ માણસ સદાને માટે ચાલ્યો જાય છે અને નેટ ટેકવાળો માણસ પરલોક ગયા છતાં પણ યશરૂપે આ દુનિયામાં જેમનો તેમ ટકી રહે છે.
૬૮. નમ્રતા હશે ત્યાં જ્ઞાન હશે ઉદ્ધતાઈ અને કપટ કરારનું જ્ઞાન નષ્ટ થશે નિષ્પાપી મનુષ્યોને પ્રણાલિકાપણાનો માર્ગ પાધરો લાગે છે ત્યારે પાપી માણસને તે માર્ગ કટકારી લાગે છે.
૬૯. વગર વિચારે પારકાનો જામીન થનાર પશ્ચાતાપનો ભોકતા થાય છે.
૭૦. દયાળુ માણસ દયા કરી સ્વપરના આત્માનું હિતકરનાર બને છે ત્યારે નિર્દય માણસ હિંસા કરી સ્વપરને દુઃખના દરિયામાં ડુબાવે છે.
૭૧. દુષ્ટ માણસ દુષ્ટતા કરી ચાર દિવસને માટે ભલે કમાણી કરી જાય પરન્તુ સજ્જનને પોતાની સર્જન તાનો બદલો ભવિષ્યમાં જરૂર મળ્યા સિવાય રહેતો નથી અને દુષ્ટને શિક્ષા થયા વિના રહેતી નથી.
૭૨. સ્ત્રી ઘણી સુંદર હોય પરંતુ તે વિવેક વિનાની હોયતેને કંગાળ અવસ્થાવાળી જાણવી અને વિવેકયુક્ત સ્ત્રી શ્યામ હોય તો પણ તેને સાક્ષાત્ ઘરની લક્ષ્મી સમાનજ ગણવી.
૭૩. જે માણસ પરની શિક્ષાને ચાહે છે તે વિદ્યાગુણ ધન અને યશને આમંત્રણ કરે છે.
૭૪. જે માણસ બીજાની શિક્ષાને ચાહતો નથી તેને વિદ્યા ગુણ, ધન, અને યશ વિગેરનો ત્યાગ કરે છે.
M૧૦૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org