________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ - ૭૫. ગુણી સ્ત્રી પોતાના સ્વામીને વ્યવહાર તેમજ ધાર્મિક કાર્યોમાં મદદગાર તેમજ અનુસરનારી બને છે.
૭૬. ઉત્સુકતાથી પોતાનાં હિત શોધનારને તે જલ્દીથી પ્રાપ્ત થાય છે પરંતુ અહિતના શોધનારને નાશ જ પ્રાપ્ત થાય છે.
૭૭. અસત્ય બોલનાર વગર વિચાર્યે તરવારના ઘા જેવા વચનો બોલ છે ત્યારે સત્ય વકતા ઘાને રૂઝાવનારાં ઔષધિનાં લેપ રૂ૫ સૌમ્ય વચનો બોલી તે ઘાને રડઝાવી દે છે.
૭૮. ઉદ્યમ કરનાર અધિકાર ચલાવાવાળો થાય છે પણ આળસુ તો વેઠીયો થઈ વેઠનો પોઠિયો બની વેઠો કરી જીંદગી પુર્ણ કરનારો થાય છે.
૭૯. કુયુક્તિ અને કુવેપારથી ઉપાર્જન કરેલ ધન અંતે ઘટી જશે અને સુવેપાર અને સુયુક્તિથી મેળવેલ ઘન ઘટી ગયા છતાં પણ પરિણામે વૃદ્ધિ પાશે મહેનત કરી મેળવેલ ધન ન્યાયનું હશે તો ટકશે નહિ તો જતું રહેશે.
૮૦. પોતાના માર્ગનું નિરીક્ષણ કરવું તે જ્ઞાનીનું જ્ઞાન છે પરંતુ મૂર્ખની મૂર્ખાઈ તો નરૂ કપટ છે.
૮૧. પ્રમાણિક માણસો પ્રમાણિકપણું ઈચ્છે છે ત્યારે મૂર્ખ માણસો તેમને મશ્કરીમાં ઉડાવી દે છે.
૮૨. અબુઝ કુયુક્તિ ખોર મૂર્ખતાથી ક્ષણમાં રીસચડાવે છે અને તિરસ્કાર પાત્ર બને છે પરંતુ સજ્જનો પુષ્પની માળાની પેઠે જન સુહમાં મસ્તકે ચડે છે.
૮૩. ગરીબ માણસને પોતાના પાડોશીયો પણ ધિક્કારે છે પણ પાડોશીને ધિક્કારનાર માણસપાપી કહેવાય છે. ગરીબ ઉપર દયારાખનાર માણસ ધન્યવાદને પાત્ર ગણાય છે.
૧૦૭
૧૦૭.
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org