Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૩૪. સ્વાદિષ્ટ ભોજન કરવામાં લોભ ન કરે અને ખરાબ દ્રવ્યવાળાની નજર આગળ તું ભોજન ન કર, એટલું જ નહિ પરંતુ તેના ઘરનું ભોજન કદાપિ કાળે કરીશ નહિ.
૧૩૫. અન્યાયથી કોઈપણ વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા તું સ્વમાંતરમાં પણ કરીશ નહિ કારણ કે તેના ઉપર રહેમ રાખવી તેજ તારી ફરજ છે.
૧૩૬. તારે પાપી માણસની અદેખાઈ કરવાની જરૂર નથી કારણ કે તેને તેનું પાપ પુરતી રીતે ઈહલોકમાં જ શિક્ષા કરશે.
૧૩૭. તુ માંસ મદિરાના ખાનપાન કરવાની સંઘાતથી દુર
રહેજે.
૧૩૮. વેશ્યા તે ઉંડી ખાઈ છે નેપરસ્ત્રી તે એક ઉંડો ખાડો છે તેમાં કામરૂપી ચોરટો સંતાઈ રહેલ છે માટેતેનાથીતું સાવધ રહેજે નહિ તો તે તારૂં ધર્મ રૂપી ધન લુંટી લેશે.
૧૩૯. સત્યવાદી માણસ આપત્તિરૂપ અસ્તાચલમાં અથડાઈ પરિણામે પણ ઉદયાચલ પર આરૂઢ થયેલા સૂર્યના ઉદયની પેઠે પ્રકાશિત ભાવને પામે છે.
૧૪૦. નીચ માણસોનેકોઈના તરફથી કાંઈ ઇનામ મળવાનું નથી, પરંતુ તેનો પુન્યરૂપી દીપક જલ્દીથી બુઝાઈ જાય છે.
૧૪૧. બગાડનારમાણસને તું કદાપિ કાળે એમ કહીશ નહિ કેતે મારૂં જેવું કર્યું છે તેવું તારૂં હું કરીશ ને બગાડીશ. ખરાબ કરનારના કૃત્યોનો બદલો તેનાં કર્મ આપવાનાં છે અને તારાથી કોઇનું ધારેલું અનિષ્ટ થવા સંભવ નથી.
૧૪૨. દૈવી શક્તિવાળો માણસ પોતાનું હૃદય ગુઢ રાખી શકે છે અને શાણો રાજા ગુઢ ચોરને શોધી શકે છે.
૧૧૩૦
૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164