SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૩૪. સ્વાદિષ્ટ ભોજન કરવામાં લોભ ન કરે અને ખરાબ દ્રવ્યવાળાની નજર આગળ તું ભોજન ન કર, એટલું જ નહિ પરંતુ તેના ઘરનું ભોજન કદાપિ કાળે કરીશ નહિ. ૧૩૫. અન્યાયથી કોઈપણ વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા તું સ્વમાંતરમાં પણ કરીશ નહિ કારણ કે તેના ઉપર રહેમ રાખવી તેજ તારી ફરજ છે. ૧૩૬. તારે પાપી માણસની અદેખાઈ કરવાની જરૂર નથી કારણ કે તેને તેનું પાપ પુરતી રીતે ઈહલોકમાં જ શિક્ષા કરશે. ૧૩૭. તુ માંસ મદિરાના ખાનપાન કરવાની સંઘાતથી દુર રહેજે. ૧૩૮. વેશ્યા તે ઉંડી ખાઈ છે નેપરસ્ત્રી તે એક ઉંડો ખાડો છે તેમાં કામરૂપી ચોરટો સંતાઈ રહેલ છે માટેતેનાથીતું સાવધ રહેજે નહિ તો તે તારૂં ધર્મ રૂપી ધન લુંટી લેશે. ૧૩૯. સત્યવાદી માણસ આપત્તિરૂપ અસ્તાચલમાં અથડાઈ પરિણામે પણ ઉદયાચલ પર આરૂઢ થયેલા સૂર્યના ઉદયની પેઠે પ્રકાશિત ભાવને પામે છે. ૧૪૦. નીચ માણસોનેકોઈના તરફથી કાંઈ ઇનામ મળવાનું નથી, પરંતુ તેનો પુન્યરૂપી દીપક જલ્દીથી બુઝાઈ જાય છે. ૧૪૧. બગાડનારમાણસને તું કદાપિ કાળે એમ કહીશ નહિ કેતે મારૂં જેવું કર્યું છે તેવું તારૂં હું કરીશ ને બગાડીશ. ખરાબ કરનારના કૃત્યોનો બદલો તેનાં કર્મ આપવાનાં છે અને તારાથી કોઇનું ધારેલું અનિષ્ટ થવા સંભવ નથી. ૧૪૨. દૈવી શક્તિવાળો માણસ પોતાનું હૃદય ગુઢ રાખી શકે છે અને શાણો રાજા ગુઢ ચોરને શોધી શકે છે. ૧૧૩૦ ૧૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy