________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૨. હે પુત્ર તું કદાપિ વચનથી કોઈના જોડે બંધાયો હોય તો તે વચનથી મુક્ત થવાને માટે તું સુખે સુઈ ન રહે પરંતુ પારધિના સપાટામાં આવી પડેલ હરણ જેમ પોતાના છુટકારા માટે પ્રયત્ન કરે તેમ તું તારા વચનથી મુક્ત થવાને શીઘ્રતાથી ઉદ્યમ કર.
૧૩. હે પુત્ર તું બહુ જ એદી અને આળસુ બની ગયેલો મારા જોવામાં આવે છે તો તું સુસ્ત થઈ કયા સુધી પ્રમાદમાં પડયો રહીશ? જો, જો, શીયાલામાં અને ઉનાળામાં ખરી ટાઢમાં અને ખરા તાપમાં આ કીડીઓ ઉદ્યમ કરી કેવી રીતે ધાન્યનો સંગ્રહ કરે છે તેનો કોઈ ધણી ધોરી કે ઉપરી નથી છતાં પણ તેનું ઉદ્યમીપણું જો અને તેની જેવી બુદ્ધિ છે તેવી બુદ્ધિ તું તારી ધારણ કર હું તારી માથે નાથ તરીકે તારો પિતા છું છતાં તું મને કહે છે કે હજી રાત્રિ છે હજી થોડી નિદ્રાનો આસ્વાદ લઈ લેવા દો સોડ વાળીને સુવા દો આવા આળસ યુક્ત વચનો બોલતાં તને શરમ કેમ નથી આવતી માટે સાવધ થા ઉદ્યમ કર અને મનુષ્યપણું દુર્લભ સમજી તેનો ઉપયોગ કરવા સાવધાન બન.
૧૪. હે પુત્ર શું તને ખબર નથી કે હિંસા અસત્ય ચોરી કુશળ તથા પરિગ્રહ અને ક્રોધ, માન માયા, અને લોભ વિગેરે તને ભુલામણીમાં નાખી નરક રૂપ ભોયરામાં પુરી દેશે માટે આત્માથી પર યુગળ રૂપ વસ્તુઓથી બને તેટલો અલગ રહેવા પ્રયત્ન કર.
૧૫. પાપીયો લલચાવે મન પીગળાવે ભવિષ્યમાં સારો લાભ બતાવે અને કહે કે અમારા સાથે ચાલ તને સુખી કરીશું પૈસા પાત્ર કરીશું તો પણ તેના જોડે કદાપિ કાળે ચાલવું નહિ.
૧૬. પાપીયોનાં પગલાં દુષ્ટ હોય છે અને દુષ્ટ કામ કરવા માટે જ દોડધામ કરે છે બીજાના પ્રાણ લેવા તથા લોહીના ખાબોચીયાં
EE
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org