________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સંઘ એકત્ર થયેલ છે તેને પણ વંદન કર્યું. તે વિચાર સાંભળી મને આજ્ઞા આપો, હું પૌષધશાળા કરાવીશ. આવી રીતે સંઘ પાસે ખોળો પાથર્યો. મુખ્ય શેઠીયાએ કહ્યું, તમો ન બોલોતેજ યુક્ત છે,કારણકે પૌષધશાળા સકળ સંઘની કરાવેલી જોઈએ, એકની નહિ, કારણ કે તેમ કરવાથી તેં ઘર શય્યાતર થાય, સાધુથી કાંઈપણ લેવાય નહીં. ઘણાની શાળા કરાવવાથી નિરંતર એક એક ઘર શય્યાતર થાય. એમ બોધ, કર્યો છતાં પણ કદાગ્રહ ન છોડયો ત્યારે કોઈ એ ક્રોધ કરીને કહ્યું કે ભાઈ ? કોઈ ન કરાવનાર હોય તો કદાગ્રહ કરવો સારો, ઇંટોની શાળા કરાવનાર તો ઘણા છે, તું સોનાના ઇંટોની કરાવી શકીશ નહિ સંઘપતિને પગે લાગીને કહ્યું કે સોનાના ઇંટોની કરાવીશ, સંઘે અનુમતિ આપી વળી એટલું દ્રવ્ય કયાં છે ? રાજાનું અનુકુલ પણું કયાં? શ્રેયાંસ વદુ વિજ્ઞાંસિ ઇત્યાદિ, યુક્તિથી ગુરૂએ પ્રતિબોધ કરવા છતાં બોલ્યો ભગવાન્ ! ઇંટની કરાવીને સોનાને પતરે મઢીશ ગુરુએ કહ્યું કે આગ્રહ છોડી દે કલિકાલે તે પણ બહુ દુ:ખ દાયક છે, આવી રીતે વારણ કરેલ દેદાશાએ ચુના મધ્યે ૧ સો (૧૦૦) મણ કેસર નાખીને પીળા વર્ણવાળી કરી બાવન હજાર ટંકનો ખર્ચ થયો. તે કુંકુમશાલા એ પ્રકારે પ્રસિદ્ધિને પામી.
સિદ્ધરાજના પ્રધાન શાંતુએ પોતાને રહેવાને માટે પ્રાસાદ બંધાવેલ, તેમાં મોટા મોટા હીરાઓ જડેલા હોવાથી રાત્રિએ પણ તેનો બહુ જ પ્રકાશ પડતો હતો પ્રાસાદવાદીએ તે સૂરીજીને દેખાડવાથી માણિકય નામના તેમનાં શિષ્ય કહ્યું કે આવી તો પૌષધશાળા જોઈએ. તેવું સાંભળીને શાંતનુ મંત્રીએ તે પ્રાસાદ અર્પણ કરી તેમનું નામ પૌષધશાળા પાડયું.
શ્રી વસ્તુપાળ-૯૮૪ પૌષધશાળાઓ કરાવી હતી. ગોપગીરીને
૫૫
ભાગ-૨ ફર્મા-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org