________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ રાજા પોતાના પુત્રને રાજગાદી આપે, અન્યથા નહિ. આ કામ સિદ્ધિ થવું દુર્ઘટ છે છતાં કોઈ દેવાદિકની સહાયતાથી પાસાથી જીતી શકે પણ માનવ જન્મથી ભ્રષ્ટ થયેલા પુન્ય રહિત માણસ ફરીથી માનવજન્મ પામી શકતો નથી.
ધાન્યનું દષ્ટાંત ૩. ) કોઈક અત્યંત ઘરડી ડોશી સમગ્ર ભરત ખંડના ધાન્યોને એકત્ર કરે અને તેમાં એક મૂઠી સરસવના દાણા નાખી એકમેક કરી દે પછી તે ડોશી કદાપણ સર્વ ધાન્યને પૃથફ કરી શકતી નથી અને અંદરથી સઘળા સરસવને જુદા પાડી શકતી નથી છતાં ધારો કે કોઈ દેવાદિકની સહાયથી જુદા પાડે છે પણ માનવ જન્મ થકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય જીવ ફરીથી મનુષ્ય જન્મને પામી શકતો નથી.
ધૂતનું દ્રષ્ટાંત ૪.TO ચંદ્રગુપ્ત રાજાના ચાણકય નામના મંત્રીએ રાજાનો ભંડાર ખાલી થવાથી જુગાર વિદ્યાને સિદ્ધ કરી અને તેના બળથી તમામ ધનાઢય લોકોને જીતી ચંદ્રગુપ્તનો ભંડાર સોના રૂપા રત્ન અને માણિકયથી હેલા માત્રથી પૂર્ણ ભરી દીધો હતો પણ ચાણકયને કોઈએ જીત્યો નહોતો છતાં પણ ધારો કે દેવાદિકની સહાયથી કોઈ જીતે તો પણ મનુષ્ય જન્મ થકી ભ્રષ્ટ થયેલ પુન્ય રહિત માણસ કદાપિ કાળે ફરીથી માનવ જન્મ પામી શકતો નથી.
CT રત્નોનું દૃષ્ટાંત પ. TO એક વાણિયાને ત્યાં ઘણાં ઘણાં અમૂલ્ય રત્નો હતાં તેને તે વેચતો નહિ તે રાખી મૂકતો હતો. એક દિવસ તે ગ્રામાન્તર ગયો અને પોતાના પુત્રોને કહેતો ગયો કે તમે એક પણ રત્ન વેચશો નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org