________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કડાઈમાં રાનીના પ્રતિબિંબમાં દ્રષ્ટિ રાખી, બાણ મૂકી રાધાની ડાબી આંખની કીકીને વીંધી નાખે તે રાધાવેધી કહેવાય છે અને તેજ રાજપુત્રીને પરણે છે, સિવાય બીજો નહિ. આ કામ થવું દુર્લભ છે છતાં પણ ધારો કે કોઈ દેવાદિકની સહાય અગર બુદ્ધિબળથી રાધાવેધ સાધી શકે પણ માનવ જન્મથકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય જીવ ફરીથી માનવજન્મ પામી શકતો નથી.
CT ાચબાનું દષ્ટાંત ૮ ) O કોઈ એક મહાન સરોવરમાં કાચબો રહેતો હતો. એક દિવસ શરદ પૂર્ણિમાના રાત્રિએ પાણી ઉપરથી સેવાળ દૂર ખસી જવાથી કાચબાએ પોતાનું મુખ બહાર કાઢયું તો ગગનમાં તારામંડળ સહિત પૂર્ણિમાના ચંદ્રને દેખી અત્યંત આનંદ પામ્યો પછી અંદર જઈને પોતાના કુટુંબને દેખાડવા માટે જેવો તેડીને આવે છે તેવામાં પવનના સપાટાથી સેવાળ પાછી પાણી ઉપર સર્વત્ર પથરાઈ ગઈ તેથી પોતાના કુટુંબને કાચબો ચંદ્રમા દેખાડી શકયો નહિ. કદાચકોઈ પ્રકારથી ધારો કે દેખે, પણ માનવ જન્મથી ભ્રષ્ટ થયેલ સુકૃત રહિત જીવ કદાપિકાળે ફરીથી માનવજન્મ પામી શકતો નથી.
( શમી-યુગનું દ્રષ્ટાંત ૯TO કોઈ પૂર્વ સમુદ્રમાં શમી નાખે અને પશ્ચિમ સમુદ્રમાં યુગ નાખે. હવે આ ગમે તેટલા સમુદ્રના પાણીના મોજાથી કદાપિ કાળે એકઠા થઈ જોડાઈ શકે તેમ નથી. ધારો કે કદાચ તે શમી યુગના છિદ્રમાં પ્રવેશ કરે પણ માનવજન્મ થકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય પ્રાણી કદાપિકાળે ફરીથી માનવજન્મને પામી શકતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org