________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ થાય છે.
૧૧૫. બુદ્ધિમાન પુરુષો નહિ પ્રાપ્ત થઈ શકે તેવી વસ્તુની વાંચ્છા કરતા નથી તથા નષ્ટ થયેલ વસ્તુનો શોક કરતા નથી, તથા આપત્તિની અંદર પણ મુંજાઈ જતા નથી, પણ સમભાવમાં જ રહે
છે.
૧૧૬. દરેક મનુષ્યોએ પોતાને પ્રાપ્ત થયેલ સુખને પણ સહન કરવું તથા દુઃખ ને પણ સહન કરવું કારણ કે ચક્રની પેઠે સુખ દુઃખો ફર્યા કરે છે.
૧૧૭. ઘોડા ઘોડાને વિષે તથા હસ્તિ હસ્તિને વિષે લોખંડ લોખંડને વિષે તથા કાષ્ટ કાષ્ટને વિષે તથા પત્થર પથ્થરને વિષે વસ્ત્ર વસ્ત્રને વિષે સ્ત્રીયો સ્ત્રીયોને વિષે અને પુરુષો પુરુષોને વિષે થોડું અને વિશેષ અંતર હોય છે
૧૧૮. દુનિયામાં આ પણ એક વિચિત્રતા છે કે કોઈ માણસ ખરાબ કરે તો પણ તે સામાને પ્રિયલાગે છે પણ અપ્રિય લાગતો નથી. અનેક દોષોથી દુષ્ટ ભાવને પામેલ છતાં પણ આ દેહ કોને વલ્લભ નથી કિન્તુ સર્વને છે.
૧૧૯. જેનાથી અપયશની પ્રાપ્તિ થાય તથાજેનાથી દુર્ગતિ મિલે તથા જેનાથી સ્વર્ગ ગતિ ભ્રષ્ટ થાય તેવા કાર્યને બુદ્ધિમાન મનુષ્ય આચરવું નહિ.
૧૨૦. નદીયોની તથા નદીયોના કાંઠાની તથા કુલીન મનુષ્યોની તથા મુનિયોની તેમજ મહાત્મા પુરુષોની તથા સ્ત્રીયોના દુષ્ટ કર્તવ્યોની પરીક્ષા ન કરવી અને જો કરે છે તો વિપરીત પરિણામ આવે છે.
૧૨૧. જુગારીને વિષે સત્યપણું ન હોય અને લંપટ પુરુષોમાં
M૭૮
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org