________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૮૬. મહા આશ્ચર્યની વાત છે કે દુર્જન તથા સળેખમ આ બન્નેની સમાન પ્રકૃતિ રહેલી છે, મધુરતાથી કોપ પામે અને કટુલતાથી શમી જાય છે.
૧૮૭. કોઈ માણસ યત્ન વડે કરીને પણ દુર્જનને સજ્જન કરવાની ઇચ્છા કરે તો તે બની શકતું નથી કારણ કે સ્વભાવથી જ દુર્ગધથી ભરેલ બશુનને સંસ્કારથી પણ કોણ સુગંધી કરી શકનાર હતો અર્થાત્કોઈજ નહિ. તેવી જ રીતે દુર્જન કોઈ દિવસ પણ સજ્જન થાય જ નહિ.
૧૮૮. નીતિનું વચન છે કે ગાયોથી, બ્રાહ્મણોથી, વેદોથી, ધન લુબ્ધપણાથી, દાનથી, શીલથી અને સત્યથી આ સાતથી જગત ધારણ કરી શકાય છે? પણ ખરી રીતે સત્ય શીલ અને દાનથી જ દુનિયાના જીવો ઉચ્ચકોટી પ્રાપ્ત કરી શકે છે, તેમાં પણ સંતોષ વિના અંધારૂ સમજવું તે પણ નિર્વિવાદ છે.
૧૮૯. જેવી રીતે ઉંદરોને મારીને બીલાડો તૃપ્ત થાય છે તેવી જ રીતે કામાંધને ધન આપી, દાતાર મલકાય છે, તો તેમ કરવુ જોઈએ નહી કારણ કે તેવું વર્તન કરનાર દાતાર સ્વર્ગે જતો નથી.આ વાત બરાબર ખ્યાલમાં લેવા જેવી છે. બ્રહ્મચારીને જ દાન આપવાથી દાતાર સ્વર્ગે જાય છે.
૧૯૦. નીતિમાં શિશિર ઋતુને વિષે અગ્નિને અમૃત સમાન કથન કરેલ છે. દુધનું ભોજન કરવું તે પણ અમૃત સમાન છે, તથા રાજા સન્માન કરે તે પણ અમૃત જ છે અને પ્રિય માણસનું દર્શન તે પણ અમૃત સમાન છે.
૧૯૧. દરેક જન્મને વિષે આ જીવે દાનનો, વિદ્યાનો અને તપનો જેવો અભ્યાસ કરેલો હોય તેજ અભ્યાસના યોગે કરી
૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org