________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જો તેનો નાશ કરવામાં આવે છે તો કોટી ગાયોના બચાવનું ફળ મેળવે છે.
૧૯૯. વિના કારણે ક્રોધ કરનારની તો આ દુનિયામાં સંખ્યા જ નથી. અને કારણથી ક્રોધ કરનારાઓની તો સંખ્યા ગણી શકાય છે. પણ ક્રોધ ઉત્પન્ન થવાના કારણો બન્યા છતાં પણ જે ક્રોધ કરતા નથી તેવા મહા પુરૂષો તો જગતમાં પાંચજ હોય છે.
૨૦૦, જેવું ચિત્ત હોય તેવીવાણી હોય અને તેવી જ ક્રિયા હોય છે અર્થાત્ ચિત્ત, વાણી, અને ક્રિયા આ ત્રણે સજ્જનોને એક રૂપવાળી એટલે ઐક્યતાવાળી જ હોય છે. - ૨૦૧. જે જીવો પોતાના વિશ્વાસ પામેલા સ્વામીને ગુરૂને અને મિત્રને ઠગે છે. તે લોકોને પછી ઈહલોક અને પરલોકમાં બીજું કાંઈપણ સુખ નિશ્ચય મળતું નથી.
૨૦૨. જેણે તિથિ પર્યાદિક સર્વે ઉત્સવો ત્યાગ કરેલા છે તેને જ અતિથિકહેવાય છે. અને તે સિવાયના અભ્યાગત કહેવાય છે.
૨૦૩. જેને દેખીને સ્નેહ ઘટે તથા ક્રોધ વધે તો મનુષ્ય જાણવું કે આ મહારો પૂર્વનો વૈરી છે આવું નીતિનું વચન છે.
૨૦૪. જેને દેખીને સ્નેહ વધે અને ક્રોધનો નાશ થાય તો મનુષ્ય જાણવું કે આ મહારો પૂર્વ ભવનો બાન્ધવ છે.
૨૦૫. મહાપુરૂષોને આપત્તિદેખીકોણ દુઃખી થતું નથી અર્થાત્ સર્વે દુઃખી થાય છે. સૂર્યને અસ્ત થયેલ દેખી કાગડો પણ અંધત્વભાવને પામી છે.
૨૦૬. હે પાષાણ તહારૂ ચરિત્ર પણ સજ્જન પુરૂષોને શ્લાઘા કરવા લાયક છે.કારણકે તું પોતે બળીને પણ પારકાના મુખને વિષે રંગ–પણું આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org