________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૨૪૫. વડલાના વૃક્ષને પુષ્પ દુર્લભ હોય છે તથા સ્વાતિ નક્ષત્રનું પાણી દુર્લભ હોય છેતેમ મનુષ્ય જન્મ અને જૈન શાસન મળવું મહાન્ દુર્લભ છે.
૨૪૬. બીજ થકી બીજની તથા દીપ થકી દીવાની તથા દ્રવ્યથી દ્રવ્યનીઅને ભવથકી ભવની વૃદ્ધિ થાય છે.
૨૪૭. દેવદ્રવ્યથકી જે વૃદ્ધિ થાય છે તથાગુરૂદ્રવ્ય થકી જે ધન પ્રાપ્ત થાય છે. તે ધન કુળનો નાશ કરનારૂ છે અને માણસમરીને પણ નરકે જ જાય છે.
૨૪૮. વજ્રમય દેહવાળા જે શલાકા મહાપુરૂષો છે તેપણ પોતાના બાંધેલા નિકાચિત કર્મોને ભોગવ્યા વિના મુક્ત થતા નથી. ૨૪૯. અલ્પ આહાર કરનાર તથા અલ્પ નિદ્રાવાળો તથા સ્વલ્પ આરંભ તથાપરિગ્રહ વાળો તથા અલ્પ કષાયી જીવ થોડા ભવમાં મોક્ષે જવાવાળો જાણવો.
૨૫૦. જે માણસ શુદ્ધ ભાવથી જિનેશ્વર મહારાજ તથા સંધના પૂજન પૂર્વક એક લાખ નવકાર એકાગ્રતાથી ગણે છે. તે તીર્થંકર નામ કર્મને બાંધે છે.
૧૮૫ નૈતિક બોધવચનો
૧. ડાહ્યા દીકરાઓજ માબાપની હિતશિક્ષાને માનનારા હોય છે કારણ કે માબની હિત શિક્ષા માનવી તેજ દીકરાના શરીર ઉપરસાચા હીરા મણિ, માણેક, મૌક્તિક, અને સુવર્ણના મસ્તક, ડોક, અને ગળા વિગેરેના અલંકાર છે.
૨.
જે દીકરાઓ માબાપે કહેલી શિક્ષા લેવા હાથ લાંબા કરી માબાપનું ગૌરવ જાળવે છે તેમજ શિક્ષાને અને ઠપકાને માથે ચડાવે છે તેઓ ઇહલોક અને પરલોકમાં સુખી થાય છેકારણ કે મા બાપનો
Jain Education International
Εξ
For Personal & Private Use Only
www.jainelibrary.org