________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૭૩. ઉપકાર કરવાનો તથા પ્રિય વચનો બોલવાનો તથા સાચો સ્નેહ ધારણ કરવાનો સજ્જન પુરુષોનો સ્વભાવ જ હોય છે કારણ કે ચંદ્રમાને કોણે ઉજ્જવળ કર્યો છે? કોઈયે જ નહિ સ્વભાવથી જ ઉજવળ છે.
૧૭૪. ઉપકારીને વિષે કોઈ સારાપણું ધારણ કરે તો તેના સારા સજ્જનપણાને વિષે શું ગુણ હતો, સબળ કાંઇજ નહિ પણ અપકારી
જીવોને વિષે જે સજ્જનપણ ધારણ કરે છે તેને જ સજ્જન પુરૂષો સજ્જન કહે છે.
૧૭૫. દુર્જન માણસ પારકાના સરસવ જેટલા નાના છિદ્રોને પણ જોવે છે અને પોતાના આત્માના મોટા મોટા બિલના જેવા છિદ્રો હોય છે છતાં દેખતો છતાં પણ જોતો નથી.
૧૭૬. પારકાના અવર્ણવાદ બોલ્યા સિવાય દુર્જનને શાન્તિ થતી નથી,કાગડો સર્વ પ્રકારના રસોનો આસ્વાદ કરે છે પણ વિષ્ટા વિના તેની તૃપ્તિ થતી નથી તેવી જ રીતે દુર્જનને પણ સજ્જનની નિંદા કર્યા વિના શાન્તિ થતી નથી.
૧૭૭. દુર્જન તથા કાંટાની બે પ્રકારે પ્રતિક્રિયા છે એક તોખાસડા વડે મુખને તોડી નાખવું અને બીજું તેનાથી દુર રહેવું સારૂ છે. - ૧૭૮. જેવી રીતે ઉંદરડો બહુ મુલ્યવાળું વસ્ત્ર હોય તેના ઉપર દ્રોહ કરે છે. તથા ઘણાનુ ધાન્ય પણ નાશ કરે છે. તથા સર્વ જગ્યાએ છિદ્રો જોવે છે ? તેવી જ રીતે દુર્જન પણ ઘણા નિષ્કપટી જીવોનો દ્રોહ કરનારો હોય છે. તથા ઘણા પ્રકારે અન્યનો નાશ કરનારો હોય છે. અને સર્વત્ર સર્વેના છિદ્રો ખોળનારો હોય છે.
૧૭૯. સર્પ અને દુર્જન આ બેમાં સર્પ સારો પણ દુર્જન સારો
૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org