________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તો ઘરનો નાશ કરવાવાળો થાય છે અને જે મામો તે સર્વને નાશ કરનારો થાય છે.
૩૬. પાણીને વિષે તેલ તથાદુર્જનને વિષે કથન કરેલી ગુહ્ય વાત તથા સુપાત્રને વિષે આપેલું દાનતથા પંડિતોનું વિષે શાસ્ત્રથોડું હોય છે તોપણ વસ્તુની શક્તિથી વિસ્તારપામે છે.
૩૭. ઉદ્યમ, કલેશ, પામી, ખુજલીનોરોગ, જુગાર, દારૂ પરસ્ત્રી, આહાર, મૈથુન, અનેનિદ્રા આટલાને સેવન કરવાથી વૃદ્ધિ પામે છે.
- ૩૮. લોભી માણસોને યાચના કરનાર શત્રુ સમાન લાગે છે આકાશમાં રહેલ ચંદ્રમા ચારે લોકને શત્રુ સમાન લાગે છે. વ્યભિચારિણી સ્ત્રીને પોતાનો પતિ શત્રુ સમાન લાગે છે. અને મુર્ખને બોધ કરનાર પંડિત શત્રુ સમાન જણાય છે. - ૩૯. પારકાને ઉપદેશકરવા સમયે તમામ જીવો સાગર થાય છે. પરંતુ પોતાને ઉપદેશ દેવાનો સમય આવે ત્યારે પોતે બધું ભુલી જાય છે કારણ કે દુનિયાના જીવો માત્રનું પરોપદેશ પાંડિત્યપણું હોય
છે.
૪૦. શૂરવીર પુરૂષો પંડિત પુરૂષો યા રૂપાળી સ્ત્રીયો જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં તેઓને આદરમાન સારી રીતે મળશે.
૪૧. દુનિયાના જીવો પીડા પામે ત્યારે પરમેશ્વરને નમે છે સિવાય નહિ. રોગીયા થાય ત્યારે તપ કરે છે પણ નિરોગી પણામાં નહિ નિર્ધન માણસોને દાન આપવાની ઇચ્છા થાય છે પૈસા હોય ત્યારે નહિ અને સ્ત્રી વૃદ્ધ થાય એટલે પતિવ્રતા થાય છે યુવાન અવસ્થાને વિષે નહિ આ પણ દુનીયાના જીવોનો એક વિચિત્ર કર્મ
આ ૬૭
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org