________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૪૯. તપસ્યા કરવામાં એક માણસ, ભણવામાં બે માણસ, ગાવામાં ત્રણ માણસ, રસ્તામાં ચાલવવામાંચાર માણસ, ખેતી કરવામાં પાંચ સાત માણસ અને સંગ્રામમાં બહુ માણસ જોઈએ તો તે ઠીક ગણાય.
૫૦. પાપોનુ મુળ લોભ છે તથા વ્યાધિનું મૂળ પણ છે દુઃખોનું મૂળ સ્નેહ છે માટે હે માનવ ? આ ત્રણેનો ત્યાગ કરી સુખી થા.
૫૧. રાત્રિનો દીપક ચંદ્રમાં ગણાય છે. પ્રાત:કાળનો દીપક સૂર્ય ગણાય છે. કુળનો દીપક સુપુત્ર ગણાય છે અને ત્રણ લોકનો દીપક તો ધર્મ જ ગણાય છે.
પર. સુખનો અર્થી વિદ્યાનો ત્યાગ કરે છે ને વિદ્યાનો અર્થી સુખનો ત્યાગ કરે છે કારણ કે સુખના અર્થીને વિદ્યા અને વિદ્યાના અર્થીને સુખ ક્યાંથી હોય અર્થાત્ ન જ હોય.
૫૩. ડુંગરા દુરથી જ રળીયામણા હોયછે વેશ્યા મુખની શોભાથી જ મનોહર હોય છે તથા વૃદ્ધની વાતો આ ત્રણે દુરથીજ મનોહર હોય છે.
૫૪. પરના હાથમાં ગયેલ નકલ, પુસ્તક, અને સ્ત્રી કદાચિત્ પાછા આવતાજ નથી ને કદાચ આવે છે તો પણ ભ્રષ્ટ થઈને ખંડિત થઈને અને ચુંબિત થઈને આવે છે માટે ઉત્તમ મનુષ્યોએ ત્રણ કોઈને આપવા નહિ.
૫૫. સાંભળવાથી જ ધર્મને જાણી શકાય છે તથા સાંભળીને જ હું બુદ્ધિનો ત્યાગ કરી શકાય છે તથા સાંભળીને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મોક્ષે પણ સાંભળીને જ જાય છે.
૫૬. પંડિતોને વિષે તેમજ મુર્ખને વિષે સજ્જનને વિષે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org