________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૯૨. નિર્ધન હોવા છતાં પણ જો તે બુદ્ધિમાન હોય તો શોક કરવા લાયક નથી અને પંડિત ભાઈ હોય તે પણ શોક કરવા લાયક નથી અને વિધવા સ્ત્રી પુત્ર આદિ પોતાના પરિવાર વાળી હોયતો તે પણ શોક કરવા લાયક નથી.
- ૯૩. વિદ્યારહિત પુરુષ શોક કરવા લાયક છે તથા પ્રજા વિનાનું મૈથુન કર્મ પણ શોક કરવા લાયક છે, આધાર તેમજ આહાર વિનાની પ્રજા પણ શોક કરવા લાયક છે અને રાજા વિનાનું રાજ્ય પણ શોકકરવા લાયક છે.
૯૪. ચૌરલોકનું ધર્મ કયાંથીજ હોય તથા દુર્જન માણસને ક્ષમા ક્યાંથી જ હોય,તથા વેશ્યાને સ્નેહ ક્યાંથી હોય,અને કામી મનુષ્યોને સત્ય ક્યાંથી હોય.
૯૫. દાસ ચાકર હોય તેને માન ક્યાંથી હોય તથા ક્રોધી માણસને સુખક્યાંથી હોય, સ્ત્રીયોને સતીપણું ક્યાંથી હોય અને દુર્જન માણસને મિત્રોઈ શાની હોય, અર્થાત્ ન જ હોય.
૯૬. દુર્બળ મનુષ્યોનું બળ રાજા કહેવાય છે તથા બાળકોનું બળ રૂદન કહેવાય છે તથા મુર્ખ માણસ બળ મૌન વૃત્તિ કહેવાય છે અને ચોર લોકનું બળ અસત્ય જુઠું કહેવાય છે.
૯૭. સિંહ થકી એક શીખવું બગલા થકી એક શીખવું કુતરા થકી છ શીખવાં, ગધેડા થકી ત્રણ શીખવાં તથા કાગડા થકી પાંચ શીખવાં અનેકુકડા થકી ચાર શીખવા.
૯૮. જે માણસને નાનું અગર મોટું કાર્ય કરવાની ઇચ્છા હોય છે તે માણસ સર્વ આરંભથી એક ફાળે કાર્યને સાધે તે સિંહના જેવો કહેવાય છે.
૯૯. પોતાની સર્વ ઇંદ્રિયોને સંવરીને બગલાની પેઠે રહેલો
g૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org