________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આપવી નહિ છતાં પણ જો કુશિષ્યને વિદ્યા આપવામાં આવે છે તો તે પાછળથી શત્રુ થાય છે માટે કુશિષ્યને વિદ્યા આપવી નહિ.
૬૫. બ્રાહ્મણ ને ભોજન મળવાથી ખુશી થાય છે. મેઘના ગર્જરવથી મોર રાજી થાય છે સજજન પુરૂષો પરને સંતોષ થવાથીરાજી થાય છે દુર્જન પુરૂષો પરને વિપત્તિ પડવાથી રાજી થાય છે.
૬૬. ગુરૂ મહારાજની સ્તુતિ તેમના પ્રત્યક્ષ કરવી અને મિત્રો તથા બાંધવોની સ્તુતિ પરોક્ષપણે કરવી તથા કાર્યની સિદ્ધિ કર્યા પછી દાસ, નોકર ચાકરોની સ્તુતિ કરવી તથા પુત્રની પ્રશંસા કરવી જ નહિ અને સ્ત્રીની પ્રશંસા તેના મરણ પછી કરવી પણ જીવતાં સુધી કરવી નહિ.
૬૭. ગીતાનું વચન એ છે કે રાજપુત્ર પાસેથી વિનય શિખવો તથા પંડિત પુરૂષો પાસેથી સારાસારા કાવ્યો તેમજ મધુર ભાષા બોલતાં શીખવી. જુગારી પાસેથી જુઠ શીખવું અને સ્ત્રીયો પાસેથી કપટ શીખવું એટલું યાદ રાખવું કે માણસ તમામકળામાં પ્રવીણ હોવો જોઇએ તેને લઈને જ જુગાર અને કપટ જાણવા જોઈએ પરંતુ ડાહ્યા માણસો કદાપિ કાલે તેનો અમલ કરવો નહિ.
૬૮. ધનને વિષે ધાન્યને વિષે તથા વિદ્યાનો સંગ્રહ કરવાને વિષેતથા આહાર તેમજ વ્યવહારને વિષે લજજાને ત્યાગ કરવાનેવિષે માણસ સુખી થાયછે.
૬૯. જેમ સર્પથી ભય પામે છે તેમ માણસના સમુહથી ભય રાખનાર,તથા જેમ વિષથી તેમ પારકાના અન્નથી ભય રાખનાર,તથા જેમ રાક્ષસીથી તેમ સ્ત્રીયો થકી ભય રાખનાર માણસ વિદ્યાને અંગીકાર કરે છે. બીજો નહિ એ ત્રણથી ભય રાખનાર માણસ
ભાગ-૨ ફર્મા-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org