________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પૈસાનો નાશ થાય ત્યારે સ્ત્રીની ખબર પડે છે.
૧૯. ગધેડાને કુતરાને મદોન્મત્ત હસ્તિને બહુ બોલનારી સ્ત્રી રાજપુત્રને તથા કુમિત્રને ઉત્તમ માણસે દુરથી જ ત્યાગ કરવા.
૨૦. દુર રહેલાને, પાણીને વિશે રહેલાને, પૈસાથી અભિમાની થયેલાને, ક્રોધીને તથા મદોન્મત્તને તેમજ દોડનારને નમસ્કાર પણ કરવો નહિ.
૨૧. કીડીયોએ સંચય કરેલું ધાન્ય તથા માખીયો સંચય કરેલુ મધ તથા કૃપણોએએકત્ર કરેલું ધન મૂળથી જ વિનાશ પામે છે.
૨૨. ઘરમાં દુષ્ટ સ્ત્રી હોય તથા મિત્ર શઠ હોય તથા નોકર સામો ઉત્તર આપનાર હોય ઘરમાં સર્પો વાસ કરતા હોય તો માણસોએ પોતાનું મરણ જ જાણવુંતેનોસંશય કરવો નહિ.
૨૩. જ્યાં નાયક ન હોય ત્યાં વસવું નહિ તથા જયાં બહુ નાયક હોય ત્યાં પણ વસવું નહિ તથા જ્યાં સ્ત્રી નાયક હોય ત્યાં વસવું નહિ અને બાલક નાયક હોય ત્યાં પણ વસવું નહિ.
૨૪. ઘડો ફોડી નાખે, લુગડું છેદી નાખે, તથા ગધેડાની ઉપર બેસે આજકાલના લોકોને જે તે પ્રકારે પ્રસિદ્ધિ પામવાની જ વાર્તા
છે.
૨૫. ઉત્તમમાણસો પોતાના નામથી પ્રસિદ્ધિ થાય છે મધ્યમ માણસો પિતાના નામથી પ્રસિદ્ધિમાં આવે છે અધમ માણસોમામાના નામથી પ્રસિદ્ધ થાય છે અને અધમમાં અધમ માણસો સાસરાના નામથી પ્રસિદ્ધિમાં આવે છે.
૨૬. પાણીને દુધના પૃથક્કરવાના મર્મને તો માછલાદિકો પણ જાણે છે છતાં પ્રસિદ્ધિમાં તો હંસજ છે એટલે કે પાણી અને દુધને હંસ જુદા પાડે છે માટે યશની પ્રાપ્તિ તો પુણ્યથી જ મળે છે.
૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org