________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિષે બપ્પભટ્ટસૂરિપ્રતિબોધિતશ્રી આમ રાજાએ હજાર સ્તંભવાળી, સાધુ સંધ્વી શ્રાવક શ્રાવિકાને સુગમ પ્રવેશ નિગમ ત્રણ ધારવાળી, દુર દુર રહેલા સાધુને પડિલેહણ, સ્વાધ્યાય, સાત માંડલી વેળા જણાવનારી, સ્તંભ મળે બાંધેલ મહા ઘટના રણકાર શબ્દને કરવાવાળી પૌષધશાળા કરાવી. તેને વિષે વ્યાખ્યાન મંડપ ત્રણ લાખ દ્રવ્ય વડે કરી, જયોતિરૂપ મણિની શિલા ચંદ્રકાંતની કુદિમભૂમિ બંધાવી, રાત્રિને વિષે અંધકારને હણનારી બાર સૂર્યના પેઠે તેજસ્વી પુસ્તકના અક્ષર વાંચી શકાય, તથા સુક્ષ્મ ત્રસ બાદર જીવની વિરાધના રહિત બહુ નિર્વઘકરાવી
જે ધન્ય માણસો પૌષધશાળાકરાવે છે તે સંસાર સાગરને તરીને મુક્તિમાં જાય છે. )
આભડવસાહની ક્યા પત્તને આભડવિસા નિર્ધન કાંસાવાળાની દુકાને નિરંતર ઘુઘરા ઘસીને પ્રતિદિન પાંચદ્રમ ઉપાર્જન કરીને કુટુંબ નિર્વાહ કરે છે.એક દિવસ તે પરિગ્રહનું પ્રમાણ ગ્રહણ કરતો, સાતસો દ્રમ્મ છુટા રાખતો હતો તે વખતે સામુદ્રિક શાસ્ત્રથી શ્રી હેમચંદ્ર મહારાજાએ જાણીને ત્રણ લક્ષનો નિયમ કરાવ્યો, ત્યારબાદ તેને પુત્ર થયો. દૂધને માટે એક સારી બકરી લેવા ગ્રામાન્તરે ગયો. ત્યાં વાડામાં ઘણી બકરીઓ હતી. તેમાં એક બકરીને ડોકે ઘુઘરીની સાથે ઇંદ્રનીલ મણી દેખીને તેને લઈને ઘેર આવ્યોમણિને ઉત્તેજિત કર્યો, મણિયાર પાસે જઈને સિદ્ધરાજે શૃંગાર કોટી હારમાં સ્થાપન કરવા માટે સવાલક્ષ મુલ્ય આપી તેને ગ્રહણ કર્યો. તેણે એક દિવસ મણિની ઇંટો ગ્રહણ કરી,તેમાંથી વેચવા જતાં સોનાનીકાંખી નીકળી કોટીશ્વર થયો. પરિગ્રહના પ્રમાણને સંભારીને ૮૪ પૌષધશાળા કરાવી. નવા થએલા
૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org