________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરી રહેલ છે તેથી દેવતા બહુ કોટી દ્રવ્યની વૃષ્ટિ તેના ઘરમાં કરીને દેવલોકે ગયો. તેથી શ્રેષ્ઠીનો મહિમા લોકોને વિષે બહુ જ વૃદ્ધિ પામ્યો. અને ઘણા લોકો પૌષધનું આરાધન કરવા તત્પર થયા. વિશેષથી રાજાના અધિકારી ૧. ધોબી, ૨. ઘાંચી, અને ૩. ખેડૂત આ ત્રણે જણા છ પર્વ વિશેષ પ્રકારે આરંભને વર્જવાવાળા થયા. આ ત્રણે નવીન સાધર્મિકભાઈઓને પૌષધને પારણે બહુમાનથી ઘણા દ્રવ્યના વ્યયથી વિવિધ પ્રકારના આહારાદિક પીરસવા વડે કરી શ્રેષ્ઠી તેની ભક્તિ કરવા લાગ્યો, જે માટે કહ્યું છે કે : न यतं करेइ माया, नेव पिया ने व बंधुवग्गो । जं वच्चलं साहम्मीआण, सुसावगो कुणइ ॥१॥
ભાવાર્થ : જે સુશ્રાવક સ્વામી ભાઈનું વાત્સલ્ય કરે છે, તે માતા તથા પિતા તથા બંધુવર્ણાદિક પણકરી શકતા નથી, તેના પરિચયથી તે ત્રણે જણા પણ સમ્યગ દૃષ્ટિ થયા, જેમ મેરૂપર્વતને વિષે રહેલું તૃણ પણ સુવર્ણ ભાવને પામે છે તેમ જ સુંદર માણસોનો સંગ તે શીથિલતા રહિત માણસોને શુશીલ અને પવિત્ર બનાવે છે.
હવે એકદા પ્રસ્તાવે કૌમુદી મહોત્સવ આવવાથી આજે રાજારાણીના વસ્ત્રો ધોબીને જ ધોવા આપો એવો હુકમ થવાથી તાકીદ ધોબીને ધોવા આપ્યાં, પરંતુ આજે ચૌદશ હોવાથી અને ધોબીને કુટુંબ સહિત પૌષધ હોવાથી અને લુગડાં ધોવાનો નિયમ હોવાથી ધોબીયે લુગડાં ધોવાની ના પાડી. તેથી રાજાના પુરૂષો કહે છે કે રાજાનાં લુગડાં તેમની આજ્ઞાથી ધોવાથી નિયમ ભંગ ન થાય. વળી આજ્ઞા ભંગ કરશે તો રાજાનો દંડ થશે અને જૈન ધર્મની નિંદા થશે આવી રીતે રાજપુરૂષોએ કહ્યા છતાં પણ અને રાજાભિયોગેણએ પ્રકારનો આગાર બતાવતાં છતાં પણ ધોબીએ માન્યું નહિ. અને વિચાર કરે છે કે દઢતા
૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org